અહેવાલ, નિલેશ દેસાઈ : મુળ મહેસાણાા મોટપના વતની અને હાલ સુરતમાં રહેતા ઉર્મિનબેન રબારીએ 50 વર્ષની ઉંમરે MA ની ડીગ્રી લઈને સાબીત કર્યુ છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તેમના આ પ્રયાસથી સમાજની અન્ય મહિલાને શિક્ષણ માટે પ્રેરણા મળે એમ છે. ઉર્મીનબેન સમાજની અન્ય મહિલાઓના સશક્તિકરણ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. તેમને ગુજરાતીમાં MA ની ડીગ્રી હાસીંલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્મીનબેન રબારીએ લગ્ન પહેલા ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમને પોતાના બે દિકરાઓને ડોક્ટર બનાવ્યા હતા. બાદમાં તેમને ભણવાનુ શરૂ કર્યુ હતુ. જેમાં તેમને ઘરે રહીને જ અનેક સર્ટિફાઈડ કોર્સ કર્યા હતા. 50 વર્ષની ઉમંરે તેમને ગુજરાતી વિષયમાં MA ની ડિગ્રી હાસીંલ કરતાં અત્યારે તેમની પાસે કુલ 50થી વધુ સર્ટિફીકેટ છે. તેઓએ આ બાબતે જણાવ્યુ હતુ કે, હુ પારિવારીક જીવનમાં થોડી વ્યસ્ત રહેતી હોઈ મને દિવસ દરમ્યાન વાંચવાનો સમય નહોતો મળતો તેમ છતાં તેમને રાત્રીના સમયે વાંચન કરી પોતાની MA ની ડીગ્રી હાંસીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્મીબેન એચ રબારીનુ ગામ મહેસાણાનુ મોટપ છે તથા તેમનુ પીયર પાટણનુ દીગડીમાં આવેલુ છે. જે અત્યારે સુરતમાં રહે છે. તેઓ હાલ મહિલા સશક્તિકરના ભાગરૂપે સમાજની અન્ય દિકરીઓને વિવિધ રીતે ભણાવવામાં મદદ કરે છે. જે મહિલાઓની આર્થીક પરિસ્થિતી સારી ના હોય તેમને તેઓ ભણવા માટે આર્થીક સહાય પણ કરે છે. જેમાં તેઓ એડમીશનની ખાત્રી પણ કરે છે. આ સીવાય જે પરિવારોમાં દિકરીઓને ભણાવવામાં આવતી ના હોય તેમને ઘરે જઈને સમજાવે પણ છે. આમ તેઓ ખુબ ઉદાહરણ બની અન્ય મહિલાઓને માટે પ્રેરણારૂપ બને છે.