ખેરાલુના એક બોગસ ડોક્ટર વિરૂધ્ધ લેખીત ફરિયાદ છતાં આરોગ્ય તંત્રના આંખ આડા કાન, આવા નકલી ડોક્ટરો જેલના હવાલે ક્યારે થશે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના ખેરાલુમાં બોગસ ડોક્ટરો વિરૂધ્ધ પગલા ભરવાની માંગ ઉઠી છે. તેમ છતાં આજ દિન સુધી આ મામલે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. શહેરના એક જાગૃત નાગરીકે શહેરના આવા એક બોગસ ડોક્ટરની ડીગ્રી શંકાસ્પદ હોવાનુ જણાવી તાલુકા અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે. પરંતુ આ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. 

કોરોનાકાળ દરમ્યાન પૈસાની લાલચે દર્દીઓનો  જીવ જોખમમાં મુકી નકલી ડોક્ટરો કોઈ પણ ડીગ્રી વગર લોકોનો ઈલાજ કરી રહ્યાનુ સામે આવ્યુ હતુ. જેમાં કેટલાક વિરૂધ્ધ પગલા પણ ભરવમાં આવ્યા હતા. પરંતુ મહેસાણા જીલ્લાના ખેરાલુમાં નકલી ડોક્ટરો વિરૂધ્ધ અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં આરોગ્ય અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં નથી આવ્યા. ખેરાલુ તાલુકા અનેક ડોક્ટરોની ડીગ્રી શંકાસ્પદ છે. આ પૈકી એક સરફરાજ મેમણ નામના નકલી ડોક્ટર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. જેમાં આજથી 10 દિવસ પહેલા આરોગ્ય અધિકારીને લેખીતમાં રજુઆત કરી આ બોગસ ડોક્ટરની ડીગ્રી મામલે યોગ્ય તપાસ કરવા જણાવ્યુ હતુ. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી આ નકલી ડોક્ટર વિરૂધ્ધ પગલા ભરવામાં આવ્યા નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લાના ખેરાલુમાં એમ.વી.એમ. નર્સીંગ હોમ નામનુ દવાખાનુ ચલાવતો સરફરાજ મેમણની ડીગ્રી શંકાસ્પદ છે. જેમાં આ કથીત ડોક્ટર પાસે કઈ ડીગ્રી છે ? તથા આ ડીગ્રી ક્યાંથી હાંસીલ કરી? આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો ખેરાલુના અનેક નકલી ડોક્ટરોનો ભાંડા ફોડ થઈ શકે છે. ખેરાલુના અનેક ડોક્ટરો પાસે મડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની પરીક્ષાનુ સર્ટીફીકેટ નથી. આવા નકલી ડોક્ટરો પૈકી સરફરાજ મેમણે પણ  મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની પાસ કરેલ નથી તેમ છતાં તે ખુુલેઆમ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યો છે. 

ખેરાલુ સહકારી સંઘ પાસે સરકારી શાળાની સામે આવેલ દવાખાનાના કથીત ડોક્ટરને તેની ડીગ્રી વિષે પુછવામાં આવ્યુ ત્યારે તેને જણાવેલ કે, તેની પાસે મોસ્કોની ડીગ્રી છે. પરંતુ અમારા સુત્રો અનુસાર આ ડોક્ટર પાસે મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની પરિક્ષા પાસ કરેલ નથી તેમ છતાં આ બોગસ ડોક્ટર તંત્રની રહેમનજર હેઠળ લોકોનો ઈલાજ કરી જીવ જોખમમાં મુકી રહ્યો છે. ખેરાલુ તથા સતલાસણામાં આવા અનેક લેભાગુ તત્વો પોતાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થતાં અધિકારીઓની મીલીભગત પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

આ મામલે માંગ ઉઠી છે કે, જીલ્લા પોલીસ વડા દ્વારા જો આવા બોગસ ડોક્ટરોને વિરૂધ્ધ લાલ આંખ કરવામાં આવે તો ખેરાલુ અને સતલાસણાના વિસ્તારમાં અનેક મુન્નાભાઈ MBBS ઝડપાઈ શકે છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.