હાઈકોર્ટના આદેશ બાદ AMCએ આખરે એક્શન લેવી પડી – BU પરવાનગી સીવાયના 128 બાંધકામો સીલ

શેર કરવા અહીં ક્લિક કરો.

હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા એક્શન મોડમા આવી છે. BU પરમીશન વગર ચાલતા 128 રહેણાક અને કોર્મિશિલય મિલકત સીલ કરી છે . આ સીવાય ગેરકાયદેસર રહેલા 10,595 ચો ફુટ બાંધકામનો દુર કર્યા છે. AMC દ્વારા રહેણાક મકાન પર આટલા મોટી સંખ્યામાં તવાઇ બોલાવી હોય તે પ્રથમ ઘટના છે.


અમદાવાદ મહાનગર પાલિક હદ વિસ્તારમાં આવેલ , BU પરમીશન વગર વપરાશ થતો હોય તેવા બિલ્ડીગોનો બિનઅધિકૃત ઉપયોગ બંધ કરાવવા વખતો વખત નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ છે . આ અનુસંધાને આ પ્રકારના બાંધકામો મકાનોનો ઉપયોગ બંધ કરાવવા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . ઉપરાંત પરવાનગી સિવાય કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામોનો અમલ કરી ડિમોલીશનની કામગીરી પણ કરવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવાર નવાર BU પરમીશન વગર ચાલતા એકમો પર એએમસા ફટકાર લગાવી ચુક્યા છે . હાઇકોર્ટ દ્વારા એએમસી આદેશ અપાયો હતો કે બી યુ પરવાનગી વગર ચાલતા એકમો પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. બી યુ પરવાનગી અને ફાયર એન ઓ સી મુદ્દે પણ હોસ્પિટલ સામે લાલ આંખ હાઇકોર્ટના આદેશ બાદ એએસમી દ્વારા કરવામાં આવી હતી . ત્યારે ફરી એકવાર એએસમી દ્વારા બી યુ પરવાનગી વગર ચલતા એકમ સામે કાર્યવાહી શરૂ કર્યું છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ અને મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન – પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા ગોમતીપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં .11 ( બાપુનગર ) ના ફાયનલ પ્લોટ નં 31 માં આવેલ લાલ મીલ પાસે આવેલ જુની ગંજી ફરાક એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન પરવાનગીએ કરેલ આશરે 1500 ચો.ફુટ બાંધકામ પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ , દબાણ વાન, ખાનગી મજૂરો , 03 – નંગ ગેસ કટર મશીન તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનની મદદ મેળવી દૂર કરેલ છે તથા વહીવટી ચાર્જ પેટે રૂા 35,000/- વસુલ લીધેલ છે . આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ / મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન – પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ/બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.