બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ યોજાયો 

October 3, 2020
ગરવી તાકાત,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માનિત કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા પાસે આવેલા જૈન ઉપાશ્રય ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોરોના વોરિયર્સ કે જેમાં આરોગ્ય સાથે જોડાયેલ કોરોના વોરિયર્સ અને સફાઇ કામદારો સહિતનુ પત્રકાર સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 
રીપોર્ટ, તસ્વીર – જયંતી મેતીયા
સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન ખરેખર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ એટલે કે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સફાઇ કામદારો સહિતના કે જેઓએ કોરોનાની મહામારી દરમિયાન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે સેવા આપી લોકોને આ મહામારીથી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે તેઓ ખરેખર સન્માનને પાત્ર છે. જેને લઇ આજે બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા આ કોરોના વોરિયર્સનુ સન્માન કરવા માટેનો કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા નજીક જૈન ઉપાશ્રય હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘના સભ્યો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહી કોરોના વોરિયર્સનુ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને અંતે સૌ કોઈ પત્રકાર મિત્રો તેમજ કોરોના વોરિયર્સ ભોજન લઇ છૂટા પડ્યા હતા.

આ પણ વાંચો – રાજ્યભરમાં “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત સી.એમ. એ ખેતી લક્ષી વિવિધ યોજનાનુ ઈ-લોકાર્પણ કર્યુ

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને લાયન્સ ક્લબના પ્રમુખ મુળચંદભાઇ ખત્રી, પછી બનાસકાંઠા બીએસએનએલ.ના જનરલ મેનેજર પ્રવિણભાઇ ચૌહાણ, વનરાજસિહ ચાવડા, વાસુદેવભાઇ મોદી, ભેમજીભાઇ ચૌધરી, સુરેશભાઇ યોગી ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ રતિભાઇ લોહ, મંત્રી વિજયસિહ ઝાલા, ઉપપ્રમુખ અનિલભાઇ ઠાકર, તેમજ મહામંત્રી જયંતિભાઇ મેતિયા ઉપરાંત સંગઠનના જયેશભાઇ મોદી, મનુભાઇ માલધારી, ગણેશભાઇ ચૌધરી, પવનભાઈ પ્રજાપતિ, ભાનુકુમાર ત્રિવેદી, પ્રિયકાંત પરદેશી, જગદીશભાઇ સોની, ખુશાલદાસ ચોરાસીયા, પુષ્કરભાઇ ગૌસ્વામી, ફરીદખાન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમરાજભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0