સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંલગ્ન નુતન ફાર્મસી કોલેજ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ન્યૂ દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૪, ૧૫ અને ૧૬ ઓક્ટોબર ના રોજ લર્નિંગ પ્રોસેસ ઓફ રિસર્ચ પેપર રાઇટીંગ વિષય પર ઇ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
આ પણ વાંચો – બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન કાર્યક્રમ યોજાયો
સમગ્ર ભારતભરમાંથી આશરે ૫૦૦થી પણ વધારે પ્રધ્યાપકો અને સંશોધકો આ કોન્ફરન્સમાં ઓનલાઇન સહભાગી થશે. કોન્ફરન્સ ના ઉદઘાટન સમારોહમાં એસોસિયેશન ઓફ ફાર્માસ્યુટિકલ ટીચર્સ ઓફ ઇન્ડિયા(APTI) ના પ્રેસિડેન્ટ ડૉ. પ્રવિણ ચૌધરી ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા , યુ. એસ.એ. ના પ્રોફેસર ડૉ. યશવંત પાઠક, એલ. એમ. ફાર્મસી કૉલેજ નાં નિવૃત ઍમિનેન્ટ પ્રોફેસર ડૉ. જી. કે. જાની સાહેબ, ઈન્સ્ટીટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈ ના પ્રોફેસર ડૉ. વંદના પત્ત્રાવલે, તથા ડૉ. નાણાવટી કોલેજ ઑફ ફાર્મસી મુંબઈ ના પ્રિન્સીપાલ ડૉ. મુનીરા મોમીન જેવા તજનો દ્વારા માર્ગદર્શન મળશે. આ કોન્ફરન્સના માધ્યમથી ફાર્મસી વિદ્યાશાખાના પ્રાધ્યાપકો તથા સંશોધન કરતા વિદ્યાર્થીઓ ને રિસર્ચ પેપર રાઇટીંગ, ગ્રાન્ટ એપ્રુવલ પ્રોસેસ, પેટન્ટ ફાઈલિંગ પ્રોસેસ, એથિકલ ફાર્મસી પ્રેક્ટિસ, એનાલિસિસ ઓફ ફાર્માસ્યુટિકલ ડેટા જેવા નવિન વિષયો ઉપર પુરતું માર્ગદર્શન અનુભવી તજજ્ઞો દ્વારા પ્રાપ્ત થશે. યોજાનાર ઈ કોન્ફરન્સના આયોજન બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) વી.કે. શ્રીવાસ્તવ, ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. ડી. જે. શાહ સાહેબ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. જે. કે. પટેલ તથા પ્રોગ્રામના કન્વીનર ડૉ. હિરક જોષી ને શુભેચ્છાઓ પાઠવી હતી.