ગરવી તાકાત,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપના બનાવને લઇ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને યોગી અને યુ.પી. પોલીસ હાય હાયના નારા લગાવી આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.
આ પણ વાંચો – કડીમાં યુ.પી.ની ગેંગરેપની ઘટના અંગે આવેદનપત્ર આપી, કેન્ડલ માર્ચ યોજાઈ
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપના બનાવને લઇ સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ યુવતીને ન્યાય મળે તે માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજે દલિત યુવતી પર ગેંગરેપની ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી યોગી સરકાર અને યુપી પોલીસ હાય હાયના નારા લગાવી આરોપીઓને ફાંસીની માંગ કરી હતી અને દલિતોને ન્યાય માટે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.