વિસનગર મુકામે દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૧૫ માર્ચ ર૦૨૪ થી ૧૯ માર્ચ ૨૦૨૪ દરમ્યાન યોજાશે

ગરવી તાકાત, મહેસાણા તા. 13 – સાંકળચંદ પટેલ યુનિવર્સીટી તથા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ-વિસનગર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૧૫ માર્ચ ર૦૨૪ થી ૧૯ માર્ચ ૨૦૨૪ દરમ્યાન નૂતન સ્પોર્ટસ સંકુલ સાંકળચંદ પટેલ યુનિવર્સીટી વિસનગર ખાતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં જુદા જુદા ૮ રાજ્યોની ટીમ ભાગ લેશે.

આ ટુર્નામેન્ટના ભાગરૂપે તા.૧૪ માર્ચ-૨૦૨૪ ના રોજ સવારે ૯-૩૦ કલાકે સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે વ્હીલચેર રેલી યોજવામાં આવશે. તા.૧૫ માર્ચ-૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ કલાકે સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે આ ટુર્નામેન્ટને મહેસાણા જિલ્લાના સાંસદશ્રી શારદાબેન પટેલ , સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ચેરમેનશ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી ચંદુભાઈ ભાટી એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર, પેરાલીમ્પીક કમિટી ઓફ ઈન્ડીયાના શ્રી કાંતીભાઈ પરમાર, પ્રેસીડેન્ટશ્રી પેરા સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાતની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકશે.

        આ ટુર્નામેન્ટની વિશેષતા એ હશે કે તમામ ખેલાડીઓ બેટીંગ, બોલીંગ અને ફીલ્ડીંગ બધીજ ક્રિયાઓ વ્હીલચેરમાં બેસીનેજ કરશે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્નાટક, છત્તીસગઢ, તામીલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની ટીમો ભાગ લેશે એમ સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર જી.મહેસાણાની અખબારી યાદીમાં જણાવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.