અંજારના જાણીતા વકીલે પોતાની જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ !

શેર કરવા અહીં ક્લિક કરો.

કચ્છના અંજારમાં જાણતા વકીલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી લેતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે.

મુળ ખેડોઈના અને હાલ અંજારમાં રહેતા નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. નરેન્દ્રસિંહ બે દિવસ સુધી ઘરે ન આવતા તેમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બે દિવસ શોધખોળના અંતે તેમના કોઈ સમાચાર મળ્યા ન હતા. પરંતુ મંગળવારે તેમની ઓફિસમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. જેથી આસપાસના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની ઓફિસ ખોલતા અંદરથી તેમની લાશ મળી આવી હતી. 42 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસ બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકા કોમ્પ્લેક્સમાં આવેલી છે.

આ પણ વાંચો  – ક્યા હીમ્મત હૈ !! દલિત યુવતીના ઘરમાં ઘુસી રેપનો કર્યો પ્રયાસ, કીડનેપીંગની પણ આપી ધમકી !

નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા ગત રવિવારે સાળંગપુર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જે બાદ પોતાની ઓફિસે આવી રવિવારની સાંજે જ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ ઝેરી દવા પીને મોતને વ્હાલુ કર્યું હતું. પરંતુ તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યુ નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.