મહેસાણાના મોઢેરા ખાતે દલિત યુવતીને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી એક નરાધમે જબરદસ્તી કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીએ બુમાબુમ કરી દેતાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. આ દરમ્યાન ઉચ્ચ જાતીના દંભમાં જીવતા જાતીવાદી આરોપીએ બાદમાં બધાની સામે જાતીસુચક ગાળો આપી યુવતીનુ કીડનેપીંગ કરી જવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ તેના પરિવારના લોકો સાથે મળી મોઢેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.
આ કેસની વિગત એવી છે કે, મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં આવેલ સદુથલા ગામની એક 18 વર્ષીય દલિત યુવતીની પાછળ ભાથુ ટીનુભા ઝાલા નામનો આરોપી છેલ્લા કેટલાય સમયથી પડી ગયો હતો. આ દરમ્યાન 15 મી ઓગસ્ટના રોજની રાત્રીએ યુવતી જ્યારે તેમના ઘરમાં એકલી હતી ત્યારે આરોપી તેના ઘરમાં પ્રવેશી ગયો હતો. ત્યારે આરોપીએ યુવતીને ધમકી આપતા કહ્યુ હતુ કે, તુ મને નહી બોલાવે તો હુ તારા ભાઈને મારીશ આવુ કહી તેને યુવતીનો હાથ પકડી તેના તરફ ખેંચી લીધી હતી.
આ પણ વાંચો – જાતીવાદી ઝકડન : દલીત યુવકની પોતાના ભાઈ સાથે મીત્રતા નાપસંદ હોવાથી કરી નાખી હત્યા
આ દરમ્યાન યુવતીએ બુમાબુમ કરી દેતાં આપપાસથી યુવતીના સગા-સંબધીઓ તથા પડોશીઓ પહોંચી આવ્યા હતા. આ રેપના પ્રયાસ દરમ્યાન લોકો ભેગા થઈ જતાં આરોપીએ ધમકી સાથે જાતીસુચક ગાળો આપતા કહ્યુ હતુ કે, અમે તમારી એક છોકરીને લઈ ગયેલા છીયે એવી રીતે તને પણ ઉપાડી જઈશુ. તમે અમારૂ કશુજ નહી ઉખાડી શકો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પીડિત પરિવારની એક દિકરીને સદુથલા ગામનો જ યુવક ભગાડી લઈ ગયેલ હતો જેની ફરિયાદ તેમના પરિવારજનોએ મોઢેરા ખાતે આપેલી છે.
આમ દલિત યુવતીના એકલતાનો લાભ ઉઠાવી કીડનેપીંગની ધમકી આપી રેપ કરવાનો પ્રયાસ કરનાર આરોપી ભાથુ ટીનુભા ઝાલા, રહે – સદુથલા,તાલુકો – બેચરાજી, જી.મહેસાણા વાળા વિરૂધ્ધ મોઢેરા પોલીસ મથકે પીડિત યુવતીએ ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસીની કલમ -354,354(ક), 354(ઘ),504 તથા એટ્રોસીટી એક્ટ કલમ- 3(1)(આર)(એસ)(ડબલ્યુ-(1),(2) તથા 3(2)(5-અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.