તાલીબાન : મહિલાને સ્વતંત્રતા આપવાના દાવા વચ્ચે મહિલા ન્યુઝ એન્કર્સ પર પ્રતિબંધ મુકાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા ન્યૂઝ એન્કર્સ પર પ્રતિબંધ લાદ્યો છે. મહત્ત્વપૂર્ણ વાત એ રહી કે છેલ્લા 24  કલાક પહેલા એક બાજુ તાલિબાને મહિલાઓને સ્વતંત્રતા આપવાનો દાવો કર્યો હતો અને બીજી બાજુ આ પ્રમાણે ર્નિણય લીધો છે. તાલિબાને મંગળવારે જ કહ્યું હતું કે તે મહિલાઓ પર દબાણ નહીં બનાવે, આની સાથે જ સરકારમાં સામેલ કરવાની અપીલ પણ કરી હતી.

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સરકાર બનવાની તૈયારીમાં છે. આ ચરમપંથી સંગઠનના સહ-સંસ્થાપક અને રાજનૈતિક પ્રમુખ મુલ્લા બરાદર અખુંદ દોહાથી કંદહાર પરત ફર્યા છે. તાલિબાનના શાસનમાં તે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકે છે. બીજી તરફ ભારત અને અમેરિકા પોત-પોતાના લોકોને કાબુલથી બહાર કાઢવામાં કાર્યરત છે. એવામાં અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનથી મંગળવારે 13 ફ્લાઇટ્‌સ દ્વારા પોતાના 1100 લોકોને એરલિફ્ટ કર્યા હતા. આની સાથે જ અમેરિકાએ અત્યારસુધી કુલ 3200  લોકોને ત્યાંથી બહાર કાઢ્યા છે.

આ પણ વાંચો – #मैं_भी_राहुल : Twitter પર કેમ ટ્રેન્ડ કરી રહ્યો આ હેશટેગ ?

અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ તાલિબાન પ્રવક્તા અને તાલિબાન કલ્ચર કાઉન્સિલના વડા ઝબીઉલ્લાહ મુજાહિદ મંગળવારે પ્રથમ વખત વિશ્વ સમક્ષ હાજર થયા હતા. ઝબીઉલ્લાહે એક પત્રકાર પરિષદ યોજીને તાલિબાન શાસન માટેનો રોડમેપ રજૂ કર્યો અને કહ્યું, ‘અમે કોઈ પ્રત્યે દ્વેષ નહીં રાખીએ. અમને બાહ્ય કે આંતરિક દુશ્મનો નથી જાેઈતા. આની સાથે જ તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરાશે નહીં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.