કરજણના ધમાણાજા ગામમાં ખોડિયાર માતાના મંદિરે એક અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જતીન પરમાર “અભિગમ” આ વર્ષે મહા સુદ આઠમ ખોડિયાર જયંતિના દિવસે ત્યાં ધાર્મિક વિધિ અને અતિદુર્લભ એવું ઉભુ ભજન કે જે રાત્રે દશ વાગ્યાથી સવાર સુધી સતત ચાલું રહ્યું હતું આ જોયા બાદ જતીનને મા શક્તિ પ્રત્યે એક આંતરિક ભાવ થતા પોતાના આધ્યાત્મિક વિચારોને પ્રગટ કરતું એક મોટું બેનર બનાવી જેમાં આ યાદગાર પ્રસંગ વિશે પોતાની ભાવના રજૂ કરેલ છે જે આ મંદિરમાં અર્પણ કર્યું છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ ભરૂચના નામાંકિત કવિ કે કે.રોહિત તથા ભગુભાઈ ભીમડાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજમાં થતી ગેરસમજ – એકતા અને ભાઈચારા તથા જીવન જીવવાના સરળ વિચારો રજુ કર્યા હતા. જતિન પરમાર ” અભિગમ” એ કવિતા અને ઝઝલ રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. આ કાર્યક્રમમાં અલ્કેશભાઈ, મિનેશભાઈ, સતિષભાઈ, અરવિંદભાઈ એડવોકેટ, જીજ્ઞેશભાઈ, મગનભાઈ તથા સ્થાનિક રહીશો ભાઈ બહેનો અને બાળકો હાજર રહી કાર્યક્રમ માણ્યો હતો.