દુધસાગર ડેરીના કર્મચારીઓના સંઘની મંડળીમાં સર્વાનુમતે ફાલ્ગુન ચૌધરીની ચેરમેન પદે વરણી !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં દુધસાગર ડેરીના કર્મચારીઓના સંઘની  મંડળીમાં ચેરમેનની વરણી કરવામાં આવી છે. દુધ ઉત્પાદક સંઘના કર્મચારીઓની સહયોગની મંડળીમાં તમામ સભ્યોની સર્વ સંમત્તિથી ફાલ્ગુલભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. જેમા તેઓએ આજરોજ કર્મચારીઓની શુભકામનાઓ સ્વિકારી ચેરમેન પદની જવાબદારી સંભાળી હતી. પોતાનો પદભાર સંભાળતી વખતે તેઓએ પુરી ઈમાનદારી અને ધગશથી સહયોગનો વિકાસ કરવા કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ફાલ્ગુન ચૌધરી ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અંગત ગણવામાં આવી રહ્યા છે. જેના કારણે ફાલ્ગુનભાઈને સીએસ પદથી સહયોગના ચેરમેન બનાવવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના સમયમાં ફાલ્ગુન ચૌધરી સુપરવાઝરની પોસ્ટ પર હતા. પરંતુ તેમને પદ પરથી દુર કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે વિપુલ ચૌધરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં મહત્વની ભુમિકા અદા કરી હતી. જેને લઈને હાલમાં ડેરીમાં ફાલ્ગુન ચૌધરી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં પહેલા સી એસ વિભાગના વડા બનાવ્યા બાદ દૂધસાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી ‘સહયોગ’નું ચેરમેન પદ ફાલ્ગુન ચૌધરીને આપવામાં આવ્યું છે.

ફાલ્ગુન ચૌધરીની વરણી થતાં તેમના શુભચીંતકોએ તેમની શુભેચ્છા મુલાકાત લઈ અભીનંદન પાઠવ્યા હતા. જેમાં સાગર પત્રીકાના તંત્રી તથા ફાલ્ગુનભાઈના અંગત મહેશભાઈ ચૌધરીએ તેમની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી પોતાની લાક્ષણીક અદાથી જણાવ્યુ હતુ કે,  એક સંસ્થા જ્યારે પોતે જ પોતાના હાથે પોતાની ગૌરવ ગાથા લખવા બેસે છે ત્યારે , નદી – નાવ અને સંજોગ ત્રણેય એક લાઇનમાં સહયોગ આપે છે !! દૂધસાગર ડેરી ના કર્મચારીઓ ની મંડળી ( સહયોગ ) ના ચેરમેન પદે ફાલ્ગુનભાઇ એ આજથી ચેરમેન પદ ની જવાબદારી સંભાળી છે તે … સહયોગ ના આવનાર સૂવર્ણ સમય માટે ની શુકનવંતી શરૂઆત છે !! એક કર્તવ્યનિષ્ઠ અને અર્જુન ભાવ કેળવેલા વ્યક્તિ ના આગમન થી સમગ્ર દૂધસાગર માં એક અર્થ માં આશાવાદી વાતાવરણ નું નિર્માણ થયું છે. ફાલ્ગુનભાઇ જશ ના ભાગીદાર બનો. મળેલી જવાબદારી ને શત્ પ્રતિશત ન્યાય આપી હજારો દૂધસાગર ડેરીના કર્મચારીઓના હિત રક્ષક બની જીવનપંથ ઊજળો બનાવો તેવી પરમકૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના સહ અંતરના ઉમળકાથી અભિનંદન

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.