મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગિરીશ રાજગોરને રેલવે મંત્રાલયના રેલવે બોર્ડ દ્વારા પેસેન્જરોને પડતી તકલીફોનું નિરાકરણ લાવવા દિલ્હીમાં કેન્દ્રની રેલવેની ઉચ્ચ કમિટિ બોર્ડમાં બોર્ડ મેમ્બર તરીકે પસંદગી થવા પામી હતી. જેમાં રેલવેના પ્રશ્નો બાબતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ગિરીશ રાજગોરે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોને પડતી હાલાકીના ત્રણ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો – મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમની સેવાઓને બિરદાવી !
જેમાં સૌ પ્રથમ મહેસાણા રેલવે સ્ટેશન પર પેસેન્જરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા 2016 માં ગિરીશ રાજગોરે જ્યારે ગુજરાત રેલવેની બોડીમાં હતા. ત્યારે મહેસાણાના રેલવે પ્લેટફોર્મને જાેડવા માટે સવ બે બનાવવાની દરખાસ્ત મુકી હતી પરંતુ પાછળથી સબ વે નવા આયોજનમાં ફેરફાર રી આજદિન સુધી તેના ઉપર કોઈ પણ કામગીરી થઈ ન હતી, ત્યારે કેન્દ્રની રેલવે કમિટી બોર્ડમાં નિમમુંક થતાં પ્રથમ બેઠકમાં મહેસાણા રેલવે સ્ટેશન પર સબવેનું કામ કરવા રજૂઆત કરી હતી.
મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ એક કિલોમીટરથી વધુ છે રેલવેમાં યાત્રા કરતાં પેસેન્જરોને શૌચાલયની જરૂર પડતી હોવાથી પ્લેટફોર્મ ના બન્ને છેડે શૌચાલય બનાવવાની માંગણી કરી હતી. મહેસાણા રેલવે પ્લેટફોર્મ ઉપર પીવાના પાણીની અછત હોવાના કારણે ગિરીશ રાજગોરે દરેક પ્લેટફોર્મ ઉપર નર્મદાનું પાણીનું સ્વચ્છ પાણી મળી રહે અને રેલવે કવાર્ટરમાં રહેતા ત્રણ હજારથી વધુ રેલ કર્મીઓને પણ પાણીની પરબ બનાવવાની માંગણી હતી.