ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

વડનગરમાં ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ચલાવનાર ફરાર આરોપી ઝડપાયો

March 31, 2023

વડનગરમાં ડબ્બા ટ્રેડીંગના ગુનામાં પોલીસને ચકમો આપી ફરાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યોં

પોલીસે વડનગર કોર્ટમાં હાજર કરતાં કોર્ટે પાંચ દિવસના કસ્ટડી રીમાન્ડ મંજુર કર્યા

ગરવી તાકાત, મહેસાણા તા. 31-  વડનગર ખાતે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ચલાવનાર આરોપી પોલીસને ચકમો આપીને નાસતો ફરતો હતો જેને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડનગર તાલુકાના ઉંઢાઇ ગામે તેના ઘરેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલ્યોં છે.

મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવ તથા એએસઆઇ રત્નાભાઇ, રાજેન્દ્રસિંહ, ઇજાજએહમદ, કિરીટસિંહ, સંજયભાઇ, હિંમતભાઇ સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન જે.પી.રાવને બાતમી મળી હતી કે, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ ૪૧૯,૪૨૦, ૧૨૦(બી) તથા ધ સિક્યુરીટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન ૧૯૫૬ની કલમ ૨૩(૧) ની પેટા કલમ (સી) (એચ) તથા ધી સિક્યોરીટી એકચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા ૧૯૯૨ની કલમ એબીએફજીએચ (એચ.એ) (એચ.બી) મુજબના ગુનામાં ફરાર નાસતો ફરતો આરોપી દિક્ષિત મુકેશભાઇ રહે. ઉંઢાઇ તા. વડનગરવાળો પોતાના ઘરે ઉંઢાઇ ગામે હાજર છે જે બાતમીના આધારે એલસીબી સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ઘરને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડી વડનગર કોર્ટમાં પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે પાંચ દિવસના કસ્ટડી રીમાન્ડ મંજુર કર્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:47 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0