રાજ્યસભામાં રવિવારના રોજ જોરદાર હંગામાં વચ્ચે પણ સરકારે વિવાદીત કૃષી બીલ પસાર કર્યુ હતુ, જે બીલના વિરોધમાં એનડીએ ના મંત્રી મંડળમાંથી હરસીમરત કૌર બાદલે રાજીનામુ પણ આપી દીધુ હતુ, અને ખેડુતોના વિરોધ પ્રદર્શનોમાં જોડાઈ ગયા હતા.
આ વિવાદીત કુૃષી બીલ ના વિરોધમાં દેશ ભરના ખેડુત સંગઠનોએ ભારત બંધનુ એલાન આપ્યુ છે, એનો વિરોધ આજથી દેશભરમાં શરૂ થઈ ગયો છે, આ વિરોધ પ્રદર્શનને ગુજરાતની સૌથી મોટી એપીએમસીના વ્યાપારી સંગઠને પણ 25 તારીખના રોજ માર્કેટ યાર્ડ બંધ રાખી ભારત બંધનુ સમર્થન આપ્યુ હતુ.
આ પણ વાંચો – ઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી શકે ખરી?
ત્યારે હવે વિસનગર ગંજબંજારના વેપારી સંગઠને પણ 25-09-2020 ના રોજ માર્કેટ યાર્ડ બંદ રાખી ખેડુતોના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોને સમર્થન જાહેર કર્યુ છે. આ બંધમાં મહેસાણા, ખેરાલુ ના માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે.
“सरफरोशी की तमन्ना अब हमारे दिल में है।
देखना है जोर कितना बाजु-ए-कातिल में है?”— Srinivas B V (@srinivasiyc) September 23, 2020
આ બીલનો વિરોધ સંસદની તમામ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. વિપક્ષી પાર્ટીના મતે આ બિલ ખેડુકતોને બન્ને બાજુથી ખતમ કરવા વાળુ છે.વિપક્ષના મતે આ બીલમાં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે કંપની ખેડુતને મીનીમમ સપોર્ટ પ્રાઈઝ ન આપે તો ખેડુત કંપનીની વિરૂધ્ધ ક્રીમીનલ કેસ નહી કરી શકે આવી જોગવાઈઓથી ખેડુત નુ શોષણ વધી જશે.
ભારત ભરમાં કુલ 250 થી વધુ ખેડુત સંગઠનો દ્વારા 24 થી 26 તારીખ સુધી આ બિલના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવશે જેની શરૂઆત આજથી થઈ ગઈ છે, જેમાં દેશભરના ખેડુતો વિવિધ જગ્યાએ રેલ્વે રોકી પોતાનો વિરોધ સરકાર સામે નોંધાવી રહ્યા છે અને તારીખ 25 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનુ એલાન આપવાવામાં આવ્યુ છે. જેને હવે એશીયાના સૌથી મોટા ઉઝા માર્કેટ યાર્ડના વેપારી એશોસીએશન દ્વારા બંધને ટેકો જાહેર કર્યા બાદ વિસનગર માર્કેટ યાર્ડના વ્યાપારી એસોસીએશન પણ સમર્થન જાહેર કરી દેતા ઉત્તર ગુજરાત ના કડી ના માર્કેટ યાર્ડને બાદ કરતા લગભગ તમામ માર્કેટ યાર્ડ આ કુષી બીલના વિરોધમાં બંદ રાખવામાં આવશે.