બેચરાજી APMC ની 5 બેઠકોના પરિણામમાં ચેરમેનનો વિજય, રજની પટેલની પેનલનો સફાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,બેચરાજી

મંગળવારના રોજ યોજાયેલી બહુચરાજી અપેએમસીની ચૂંટણીનીની પાંચ બેઠકોના પરિણામ બુધવારે જાહેર થયા હતા જેમાં સત્તાધારી પેનલના પાંચેય ઉમેદવાર વિજેતા બન્યાં હતા. વેપારી વિભાગના ૨૯ પૈકી ૧૮ મત વિઠ્ઠલભાઇ પટેલ સમર્થકોને મળ્યાં હતા તો ૧૦ મત રજની પટેલને મળ્યાં હતા. જાે કે ખેડૂત વિભાગની ૧૦ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યાં નથી આ બેઠકોનો મુદ્દો હાઇકોર્ટમાં પેન્ડીંગ હોઇ હાઇકોર્ટના આદેશ બાદ જ ખેડૂત વિભાગની ૧૦ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવશે. બહુચરાજી એપીએમસીની પાંચ બેઠકોના પરિણામ જાહેર થતાં વિઠ્ઠલભાઇ પટેલના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને આગામી સમયમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકોના પરિણામ જાહેર થશે તો તેમાં પણ વિઠ્ઠલભાઇ પટેલ સમર્થકો જ વિજેતા બનશે તેવો દાવો સત્તાધારી પેનલના સમર્થકો કરી રહ્યા છે.

આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો

બહુચરાજી એપીએમસી માં પ્રથમવાર રસાકસીભર્યા માહોલમાં મંગળવારે ચૂંટણી યોજાઇ હતી. જેમાં રજની પટેલ અને વિઠ્ઠલભાઇ પટેલ આમને સામને હતા. બહુચરાજી એપીએમસી પર વર્ષોથી વિઠ્ઠલભાઇ પટેલનો જ દબદબો રહ્યો છે અને બહુચરાજીના સહકારી ક્ષેત્રમાં વિઠ્ઠલભાઇ પટેલનું વર્ષોથી વર્ચસ્વ રહેલું હોઇ પરંતુ આ વખતની યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ સામે હોવાથી એપીએમસીની આ ચૂંટણીનીમાં અનેક તારણો કાઢવામાં આવતાં હતા. જાે કે મોટાભાગના સહકારી ક્ષેત્રના આગેવાનો ચોક્કસપણે માની રહ્યા હતા કે આ ચૂંટણીમાં વિઠ્ઠલભાઇ પટેલનો જ દબદબો જાેવા મળશે. જાે કે હજુ ખેડૂત વિભાગની ૧૦ બેઠકની મતગણ હજુ બાકી છે. જાે કે બુધવારે જાહેર થયેલા બહુચરાજીની પાંચ બેઠકોનું પરિણામ પર સત્તાધારી પેનલનો જ દબદબો જાેવા મળ્યોં છે.

આ પણ વાંચો – બેચરાજી APMC ની 8 મંડળીઓને હાઈકોર્ટે મતાધીકાર પરત આપ્યો,મત અલગ પેટીમાં રાખવા પડશે

જાહેર થયેલા પરિણામમાં વેપારી વિભાગના ૨૯ પૈકી ૧૮ મત વર્તમાન સત્તાધારી પેનલને ળ્યાં હતા જ્યારે ૧૦ મત રજનીભાઇ પટેલ જૂથને મળ્યાં હતા. તમામ બેઠકો પર વર્તમાન સત્તાધારી ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલની પેનલનોે વિજય થયો છે. જેમાં વેપારી વિભાગની ૪ બેઠકો અને જિલ્લા સહકારી સંઘની ૧ બેઠક એમ કુલ પાંચ બેઠકો પર જીત મેળવી છે. જેમાં જીતનાર ઉમેદવાર પૈકી વેપારી વિભાગમાંથી દેસાઇ ગીતાબેન નારાણભાઇ મું. બેચરાજી, પટેલ અશ્વિનભાઇ ડાહ્યાભાઇ ગંજબજાર બેચરાજી, પટેલ વિરમભાઇ અમૃતલાલ ગંજબજાર, બહુચરાજી, પટેલ હિરેનકુમાર લક્ષ્મણભાઇ મું. બેચરાજીએ વિજય મેળવ્યોં છે તો જિલ્લા સહકારી સંઘની એક બેઠક દેસાઇ સમુબેન બાબુલાલે વિજય મેળવ્યો છે આમ પાંચેય બેઠક પર સત્તાધારી વિઠ્ઠલભાઇ પટેલની પેનલનો વિજય થયો છે.

આ પણ વાંચો – બેચરાજી APMC માં મતદાનના સમયે બન્ને પ્રતીદ્વંધીના સમર્થકો વચ્ચે હોબાળો

હવે ખેડૂત વિભાગની ૧૦ બેઠકની મતગણકી બાકી છે જે હાઇકોર્ટના હુકમ બાદ કરવામાં આવશે અને ત્યારબાદ જ વિજેતા પરિણામ જાહેર કરવામાં આવશે. ખેડૂત વિભાગની ૧૦ મંડળીઓ પૈકી ૮ મંડળીઓનો મત્તાધિકાર છિનવાતાં વર્તમાન સત્તાધારી પેનલના સમર્થકો દ્વારા હાઇકોર્ટના દ્વારા ખખડાવતાં ખેડૂત વિભાગની ૮ મંડળીઓને મત્તાધિકાર પરત આપ્યો હતો. હવે જાેવું રહ્યું કે પાંચેય બેઠક પર વિજય મેળવ્યો છે ત્યારે ખેડૂત વિભાગની આ ૧૦ બેઠકોના મતદારોનો ઝુકાવ કોની તરફ ઢળ્યોં છે. જાે કે સહકારી ક્ષેત્રના બુદ્ધિજીવીઓનું માનવું છું કે ખેડૂત વિભાગની ૧૦ બેઠકોનું પરિણામ પણ વિઠ્ઠલભાઇ પટેલ તરફી આવવાનું છે જાે કે હવે હાઇકોર્ટના આદેશ બાદ આ પરિણામ જાહેર કરાશે. જાે કે હાલ તો વર્તમાન સત્તાધારી પેનલના સમર્થકોમાં પોતાના ઉમેદવાર વિજયી બનતાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.