ઉંંઝા APMC: સંસ્થાની સમીતી પોતાના ચેરમેન ઉપરની તપાસ નિષ્પક્ષ રહી કરી શકે ખરી?

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, ઉંઝા

ઉંઝા એ.પી.એમ.સીના ક્લાર્ક સૌમીલ પટેલ દ્વારા ઉંઝાં એપીએમસી ના ચેરમેન અને ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ઉપર સેસના નાણા પૈકી 98 ટકા રકમ તેમના પ્રાઈવેટ એકાઉન્ટન્ટને આપી દેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.જે મામલો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ભ્રષ્ટાચારનોમામલો છેક ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો. જેથી હવે આશાબેન પટેલે તેમની ઉપરના આરોપ નિરાધાર છે એમ કહી સામે ચાલીને તપાસની માંગ કરી હતી. 

આ સેસના મામલામાં ઉંંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે આ વિષય ઉપર તપાસ થાય એવી માંગ કરી હતી અને જણાવ્યુ હતુ કે, જો સૌમીલ પટેલ મારી ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ સાબીત કરી દે તો હુ સજા ભોગવવા તૈયાર છુ પરંતુ સૌમીલ જો મારી ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ સીધ્ધ નહી કરે તો હુ એની સામે બદનક્ષીનો કેસ દાખલ કરીશ. આ અંગે આશાબેન પટેલે રાજ્યના સી.એમ. અને ડેપ્યુટી સી.એમ. ને પત્ર લખી તપાસની માંગ કરી હતી. 

ઉંઝા એપીએમસીના ચેરમેન સહીત ધારાસભ્યનુ નામ આ ભ્રષ્ટાચારમાં સામેલ થતા એપીએમસી દ્વારા એક કમીટીની રચના કરવામાં આવી હતી જેમા ભ્રષ્ટાચારના મામલાની તપાસ કરવામા આવતા પ્રાથમીક તપાસમાં એવુુ જાણવા મળ્યુ હતુ કે ચેરમેન દિનેશભાઈનો આ મામલામાં કોઈ હાથ નથી, તેમને સમીતીની પ્રાથમીક તપાસમાં ક્લીનચીટ આપી દેવામાં આવી હતી. આ સમીતી દ્વારા એપીએમસની ચેરમેનને ક્લીનચીટ આપી દેવાતા લોકો વચ્ચે ચર્ચા થઈ રહી હતી, જે વ્યક્તિ સંસ્થાના ઉચ્ચ પદ ઉપર બેઠેલા હોય તેની સામે સમીતી કેવી રીતે નિષ્પક્ષ રહી તપાસ કરી શકે,ચેરમેન તેના પદનો દુરઉયોગ કરી સમીતીની તપાસ ને પ્રભાવિત કરી શકે છેે, જો આ મામલાની તપાસ યોગ્ય રીતે કરવી હોય અને ગુનેગારો સુધી પહોંચવુ હોય તો જેની ઉપર આરોપ લાગેલા છે એવા વ્યક્તિઓને તેમના પદ ઉપરથી નૈતકતાના ધોરણે હટી જવુ જોઈયે, તો જ આ તપાસ તેના અંજામ સુધી પહોંચી શકે નહી તો પદાધીકારીઓ તેમના પદનો દુરઉપયોગ કરી તપાસને પ્રભાવીત કરી પોતાની તરફેણમાં ચુકાદો લાવી શકે છે.

ચેરમેન દિનેશભાઈ અને આશાબેન સમર્થીત ખેડુતો એપીએમસીમાં ભેગા થયા

બીજી તરફ ઉંંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ અને આશાબેન પટેલ સમર્થીત ઉંઝા તાલુકાના ખેડુતો એપીએમસની ખાતે ભેગા થઈ ગયા હતા, જેમા ખેડુતોએ જણાવ્યુ હતુ કે, દિનેશભાઈ પટેલ નુ વિરોધી ગ્રુપ તેમને બદનામ કરવા માટે આવા નિરાધાર આરોપ લગાવી રહ્યા છે, ખેડુતોએ વધુમાં જણાવ્યુ હતુ કે અમને દિનેશભાઈ પટેલ અને આશાબેન પટેલ ઉપર વિશ્વાષ છે કે તેઓ ક્યારેય ખોટુ કામ ના કરે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.