ચાર દિવસ અગાઉ મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાંથી નર ચિતો અન્ય વિસ્તારમાં નાસી ગયો હતો
હવે ચાર દિવસ બાદ ફરી માદા ચિતો પણ નેશનલ પાર્કમાંથી અન્ય વિસ્તારમાં નાસી છૂટ્યોં
ભોપાલ તા.6 : ભારતમાં ચિંતાની થયેલી લુપ્ત પ્રજાતિથી નામાબિયાથી ચિંતા ભારતમાં લાવવામાં આવ્યાં હતા જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિંતાને ખુલ્લા મુકવામાં આવ્યાં હતા. ત્યારે ચિંતાના આ યુગલોમાંથી ચાર દિવસ અગાઉ કુનો નેશનલ પાર્કમાં નર ચિંતો ઓમાન ફરાર થઇ ગયો હતો ત્યારે હવે નર ચિતા ઓમાનની પ્રેમિકા માદા ચિતો આશા પણ ફરાર થઇ જતાં નેશનલ પાર્કના કર્મીઓમાં આ પ્રેમી યુગલ ફરાર થવાના કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જો કે વનતંત્રના અધિકારીઓ આ પ્રેમી નર માદા ચિતા યુગલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
મધ્યપ્રદેશનાં ઓપુર જીલ્લામાં સ્થિત વિખ્યાત કુનો નેશનલ પાર્કમાં અજીબ સ્થિતિ સર્જાઈ છે. નામીબીયાથી લાવવામાં આવેલા ચીતાના પ્રેમપ્રકરણથી દોડધામ થઈ પડી છે ચાર દિવસથી ચીતો ઓમાન નાસી ગયો હતો અને તેને જંગલમાં પાછો લાવવા માટે વનતંત્ર પ્રયત્નો કરી રહ્યું છે.
તેવા સમયે આશા નામની તેની પ્રેમિકા માદા ચિતા ફરાર થઈ ગઈ છે.આશા રહેણાંક વસતી ધરાવતા ગામો તરફ ગઈ છે અને આ ક્ષેત્રમાં ચીતા સામે કેવી રીતે સુરક્ષા કરવી તે વિશે ગામ લોકોમાં જાગૃતિ નથી. નામીબીયાથી લવાયેલુ ચીતાનું પ્રેમીયુગલ જંગલમાંથી ફરાર થતા વનતંત્રની ઉંઘ હરામ થઈ છે. ચાર દિવસ પૂર્વે જ નાસી ગયેલને હજુ પકડી શકાયો નથી ત્યા તેની પ્રેમીકા ફરાર થતા બેવડી ઉપાધી છે.