ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા તાલુકાના આનંદપુરા (પાંચોટ) ગામે ઉમા ભવન ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમ યોજાઈ

August 24, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના આનંદપુરા (પાંચોટ) ગામે ઉમા ભવન ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમ માં ડો એફ.કે.મોઢ (સંયુક્ત બાગાયત નિયામકશ્રી, મહેસાણા) અને કેનીંગ યોજનાના બાગાયત અધિકારી શ્રી બી.ડી.ચૌધરી, સં.બા.નિ કચેરી, મહેસાણાના બાગાયત અધિકારી શ્રી પી.ડી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૨૦ તાલીમાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં ડો. એફ.કે.મોઢ દ્રારા તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજના વિશે તથા ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, કૂલપાકો અને ઔષધીય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી, તેમજ પાકો મા આવતા રોગ જીવાત અને તેમને સાચવવાની કાળજી, ડ્રેગન ફુટ અને ખારેકની ખેતી તેમજ મહિલાઓને ગૃહઉદ્યોગ વિશે માહીતી આપવામાં આવી.

ખેતી સ્પર્ધાનો નહીં પરંતુ સહકારનો વિષય છે.તેવા અભિગમ સાથે બાગાયતી ખેતી કરતાં મિત્રો એક્ત્રીત થઇ બાગાયતી ખેતી કરેતો વધુ ફાયદાકારક બની રહે સાથે સાથે સમયને અનુરૂપ માર્કેટીંગ અને વેલ્યુ એડીશન પર ખેડુતો વિશેષ ધ્યાન આપે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં આવેલ તાલીમાર્થીઓ કિચન ગાર્ડનની ઘર આંગણે શરૂઆત કરી શકે તે માટે વિવિધ શાકભાજી પાક જેવા કે ટામેટા, મરચા, રીંગણ, દુધી, ચોળી જેવા ૧૨ પ્રકારના વિવિધ શાકભાજી બિયારણનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ ના હસ્તે તાલીમાર્થીઓને તાલીમ અંગે ના પ્રમાણપત્રો નું એનાયત કરવામાં આવ્યું હતુ.એવું નાયબ બાગાયત નિયામક મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:13 am, Oct 27, 2024
temperature icon 30°C
few clouds
Humidity 41 %
Pressure 1012 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 19%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0