ભાન્ડુમાં છ લેન ફલાયઓવર, મકતુપુર અને બ્રાહ્મણવાડામાં અંડરપાસ માટે રાજ્ય સરકારે 96 કરોડ ફાળવ્યાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

વડનગરના 5 રસ્તાના નવિનીકરણની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 45 કરોડની ફાળવણી

ગરવી તાકાત, મહેસાણા તા. 20 – મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ફલાયઓવર તેમજ અંડરપાસ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે હવે ભાન્ડુમાં સીક્સ લેન ફલાયઓવર મકતુપુર અને બ્રાહ્મણવાડામાં અંડરપાસની કામગીરી કરવામાં આવનાર છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા 96 કરોડ રુપિયા ફાળવાયા છે. ભાન્ડું ગેટ નજીક 50 મીટરના ગાળા તેમજ મકતુપુર અને બ્રાહ્મણવાડા 30 મીટરના ઘાળા બનશે.

National Highway Authority of India Project at best price in Gurugram | ID: 21251841391

આ રોડ ઓળંગતી વખતે અકસ્માત સર્જાવાનો ભય રહે છે જેને પગલે અકસ્માત ટાળવા તેમજ ગ્રામજનોની સુવિધા માટે અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણવાડા મકતુપુર ખાતે વહીક્યુલર બનાવવામાં આવશે. ભાડું ગામે તૈયાર થનાર ફલાય ઓવરનું ટેન્ડર રાધે એસોશીએટને આપવામાં આવ્યું છે.

જ્યારે વડનગરના 5 રસ્તાના નવિનીકરણની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 45 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડનગર, બાદરપુર, સીપોર રોડ મઢાસણા ડીપીથી આસ્પા ચોકડી સુધીના રોડનું નવિનીકરણ કરવામાં આવશે. જ્યારે ખોડામલી ત્રણ રસ્તાથી ખોડામલી ગામ, ટીંબાથી ખોડામલી ગામ તેમજ ડભોડા-હડોલ રોડનું અંદાજિત 45 કરોડના ખર્ચે નવિનીકરણની કામગીરી કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.