મહેસાણા એસ.ટી ડિવિઝનની 800 બસોમાંથી 125 તરભ, 200 અમદાવાદ અને 40 બસ અમદાવાદ માટે ફાળવાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 20 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં વડાપ્રધાન મોદી તા. 22મીના રોજ ગુજરાતના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલું 900 વર્ષ જુના ઐતિહાસિક મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે જેમાં ભાગ લેવા વડાપ્રધાન વાળીનાથ ધામમાં પધારી રહ્યા છે. જેને પગલે વાળીનાથ ધામ માટે મહેસાણા એસ.ટી ડિવિઝનમાંથી 800 બસોમાંથી 125 બસો ફાળવવામાં આવી છે.
મહેસાણા એસ.ટી ડિવિઝનની 800 બસોમાંથી 125 તરભ, 200 બસ અમદાવાદ તથા 40 બસ નવસારીમાં યોજાનાર કાર્યક્રમ માટે ફાળવણી કરવામાં આવી છે. વિસનગર તાલુકાના તરભ અમદાવાદ અને અવસારી ખાતે આગામી રરમી ફેર્બુઆરીના રોજ પ્રધાનમંત્રી સભા સંબોધશે. આ કાર્યક્રમને લઇને મહેસાણા એસટી ડિવિઝનની 12 ડેપોની 45 ટકા બશો ફાળવવામાં આવી છે. તમામ બસો આગળના દિવસે તા. 21મી એ રાત્રે જે તે ગામોમાં રવાના કરાશે.