રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યસભામાં હવે ગુજરાત કોંગ્રેસના માત્ર 1 જ સાંસદ

ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી પરિસ્થિતી

ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. જેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ભાજપના જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંત સિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે રાજ્યસભામાં ભાજપના વધુ ચાર ઉમેદવાર સાંસદ બનશે. તો આ સાથે રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે.

ભાજપના 4 સાસંદો બિનહરીફ થતાં રાજ્યસભામાં ગુજરાતના 11 સાંસદોમાંથી 10 સાંસદ ભાજપના જ હશે. તો કોંગ્રેસમાંથી માત્ર એક જ સાંસદ હશે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.