પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓને જામીન અપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુર ખાતે આવેલી જિલ્લા સબજેલમાંથી સોમવારે 15 જેટલા કાચા કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.જેમાં સાત વર્ષથી ઓછી સજાના કેદીઓ તેમજ ભરણપોષણ ના કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
કોરોના ના વધતા જતા કેસોને લઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતની તમામ સબજેલોમાંથી સાત વર્ષ થી ઓછી સજા ભોગવતા હોય તેવા ને જમીન આપી મુક્ત કરવામાં આવી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાંના મુખ્ય મથક ખાતે આવેલી સબ જિલ્લા જેલમાંથી સોમવારે 15 જેટલા કાચા કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા .જેમાં 7 કાચા કામના કેદી,અને 8 ભરણપોષણના સજા ભોગવતા કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા.આ બાબતે જેલ અધિક્ષક વી.પી.ગોહિલે જણાવ્યું હતું કે,કોવિડ 19 ની બીજી લહેરની મહામારીને ધ્યાને રાખી ગુજરાત હાય પાવરના સૂચના મુજબ 7 વર્ષથી ઓછી સજા હોય તેવા કાચા કામના 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.આ કેદીઓને 30 દિવસે એકવાર નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરવામાં આવશે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.