તાઉ તે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે રાત્રે 9 વાગે ઉના પાસે લેન્ડફોલ થયું હતુ. વાવાઝોડુ જ્યારે અહીંયા લેન્ડફોલ થયુ ત્યારે તેની ગતિ પ્રતિ કલાક 150 થી 175 કિલોમીટરની હતી. ઉનામાં વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, જેની તસવીરો પણ સામે આવી છે.
વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાયા બાદ ઉનામાં સાંજના 6 વાગ્યાની આસપાસ 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે ઉનામાં સેંકડો વૃક્ષો, વીજ થાંભલા, અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા.મોડી રાત્રે તબાહી સર્જાયા બાદ ઉનામાં NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. રોડ પર તૂટી પડેલા વૃક્ષો હટાવવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારોમાં પણ વૃક્ષ ધરાશાયી થયા હતા.