- વોર્ડને કોરોના મુક્ત બનાવવા આવેલા નેતાઓ જ કોરોના ભૂલ્યા હતા.
- શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ..
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જહાંનારા બાગ પાસે આવેલ ટાઉન હોલ ખાતે સોમવારે પ્રભારી મંત્રી દિલિપ ઠાકોરના અધ્યક્ષસ્થાને મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં પાલિકાના સદસ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા.
મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના સદસ્યો જોડે બેઠક મળી હતી.જ્યાં મંત્રી એ કોરોના સંક્રમણ અટકાવવા કેવા પગલાં ભરવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મારુ ગામ કોરોના મુક્ત બને તેવું અભિયાન શરૂ કરાયું હતું.તેમજ ગામલોકોને પોતાના જ ગામ માં જ સારવાર મળી રહે તે માટે હોમ આઇસોલેશન ની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ જે કાર્યક્રમને અનુલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેજ કાર્યક્રમમાં પાલિકાના સદસ્યો સહિત મંત્રી કોરોના ભૂલી સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યા હતા.