સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરનાર બે શૂટરોને માતાના મઢમાંથી દબોચી લેવાયાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

સલમાન ખાનના નિવાસે ગોળીબાર કરનાર બે શખ્સો ભુજથી ઝબ્બે: લોરેન્સ બિશ્નોઈ ગેંગના શુટરો હોવાનો ધડાકો

પશ્ચિમ કચ્છ પોલીસ અને મુંબઈ ક્રાઈમબ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા

ગરવી તાકાત, કચ્છ તા. 16 – મુંબઈમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને શખ્સો ગુજરાતથી પકડાયા છે. કચ્છના એક મંદિરમાં છૂપાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા આરોપી વિક્કી અને સાગરે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે ફાયરિંગની આ ઘટનાની જવાબદારી લોરેન્શ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જે અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે.

જેના ઈશારે જ બિહારના આ બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આરોપી વિક્કી અને સાગર ફાયરિંગ બાદ બાઈક એક ચર્ચ પાસે મુકીને ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓ ભાગીને કચ્છમાં આવ્યા હતા અને અહીં કચ્છના પ્રખ્યાત માતાના મઢમાં છૂપાયા હતા. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. બંનેને મુંબઈ લઈ જઈને તપાસ કરાશે. આ બંને શખ્સોએ લોરેન્સના જ ઈશારે ફાયરિંગને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરાશે.

મુંબઈમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને શખ્સો ગુજરાતથી પકડાયા છે. કચ્છના એક મંદિરમાં છૂપાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા આરોપી વિક્કી અને સાગરે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે ફાયરિંગની આ ઘટનાની જવાબદારી લોરેન્શ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જે અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે. જેના ઈશારે જ બિહારના આ બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આરોપી વિક્કી અને સાગર ફાયરિંગ બાદ બાઈક એક ચર્ચ પાસે મુકીને ફરાર થઈ ગયા હતા.. જેઓ ભાગીને કચ્છમાં આવ્યા હતા અને અહીં એક મંદિરમાં છૂપાયા હતા.

આ અંગે ચોક્કસ બાતમી મળતા પશ્ચિમ કચ્છ પોલીસ અને મુંબઈ ક્રાઈમબ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા. હવે બંને આરોપીને હવાઈમાર્ગે મુંબઈ લઈ જવાઈ રહ્યા છે. થોડીવારમાં પોલીસ બંને આરોપીને લઈને મુંબઈ પહોંચશે.જ્યાં જીટી હોસ્પિટલમાં આરોપીઓની મેડિકલ તપાસ કરાશે. ત્યારબાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં મુંબઈ પોલીસે સમગ્ર કેસને લઈને સઘન તપાસ કરશે.

નોંધનીય છે કે, અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે. 1998માં કાળિયાર શિકારની ઘટના બાદથી લોરેન્સ સલમાનને નિશાને લેવાનો પ્લાન કરી રહ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, લોરેન્સ બિશ્નોઈ અને ગેંગસ્ટર ગોલ્ડી બરાડના ઈશારે આ બંને શૂટર મુંબઈ પહોંચ્યા હતા અને સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.