રાઠવા સમાજે જાતિના દાખલાના વિવાદે ફરી આંદોલનનું રૂપ ધારણ કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

આદિવાસી રાઠવા સમાજના જાતિના દાખલાનો વિવાદ ફરી એકવાર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાઠવા સજાતિના ભાજપ-કોંગ્રેસનાનેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. છેલ્લાં કેટલાય વર્ષોથી રાઠવા જાતિ પર આદિવાસી હોવા અંગે સવાલો ઉભા થયા છે. મોટા ભાગના રાઠવા જાતિના લોકોના રેવન્યુ કાર્ડ પર અન્ય જાતિના ઉલ્લેખથી ગુંચવણ ઉભી થઈ છે. જેના વિરોધમાં આજે ફરી સરકારની નીતિ સામે વિરોધ આંદોલનની દિશામાં જઈ રહ્યું છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવા, નારણ રાઠવા, ભાજપ જિલ્લા સંગઠન મંત્રી શંકર રાઠવા સહિતના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું

છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે અને તેમાં સૌથી વધુ રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે. અહીંથી ભાજપના લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા છે અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવા તેમજ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે ધારાસભ્યો પણ રાઠવા જ છે. જેથી સમજી શકાય છે કે, અહીં રાઠવા જાતિનું કેટલું પ્રભુત્વ છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગે સવાલો ઉભા થયા છે. મોટાભાગના રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડ ઉપર કોળી શબ્દ હોવાથી કેટલીક ગુંચવણ ઉભી થઇ છે. કોળી શબ્દ હોવાથી સરકારી નોકરીમાં પસંદગી થયેલા રાઠવા જાતિના ઉમેદવારો ઉપર તેમના જાતિના દાખલા સામે વિશ્લેષણ સમિતિ દ્વારા નોટિસો પાઠવી નિમણુંક અટકાઈ દેવાઈ છે. તો કેટલાક ને નોકરી શરૂ થઈ ગઈ છે, છતાં તેમણે નોટિસો બજવી પુરાવા માંગવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા જાતિના દાખલાના વિવાદને લઈ ફરી છોટાઉદેપુર જિલ્લામાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે

રાઠવા જાતિના દાખલા મુદ્દે છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૧૩ થી આંદોલનો થઈ રહ્યા છે. પરંતુ આજદિન સુધી પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાછલા વર્ષોમાં ધરણાં પ્રદર્શન, રસ્તા રોકો આંદોલન સહિત, અનેક અહિંસક તેમજ હિંસક આંદોલનો થયા છે. આ મામલે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે, તો સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે. સમયાંતરે શાસનમાં બેસેલા નેતાઓ દ્વારા હય્યાધારણા આપી મામલાને થાળે પાડી દેવાય છે. આજે ફરી સરકારની નીતિ સામે વિરોધ આંદોલનની દિશામાં જઈ રહ્યું છે

વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસના સાંસદ નારણભાઇ રાઠવા, ભાજપના જિલ્લા સંગઠન મંત્રી શંકરભાઇ રાઠવા સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં રાઠવા જાતિના લોકોએ સરકાર સામે બાયો ચઢાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.