ગાંધીનગરની ઘરફોડમાં ફરાર આરોપી ને મહેસાણા પોલીસે દબોચ્યો

January 22, 2022

–સાંઈબાબા ચોકડીથી પકડી માણસા પોલીસને સોંપ્યો

–પેરોલ ફર્લો સ્કવોડે ઇડરના શખ્સને દબોચ્યો

ગરવી તાકાત મેહસાણા: ગાંધીનગર જિલ્લાના માણસા અને પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ અને બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા ઈડરના શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે મહેસાણાની સાંઈબાબા ચોકડી પરથી ઝડપી લઇ વધુ તપાસ અર્થે માણસા પોલીસને સોંપ્યો હતો

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એસ.ડી. રાતડા તેમજ સ્ટાફના માણસો મળેલી બાતમીના આધારે મહેસાણાની સાંઈબાબા ચોકડી પાસે વોચ ગોઠવી ઈડરમાં મહિલા કોલેજની પાછળ નાયકનગરમાં રહેતા સુરેશ માનસાજી ઉર્ફે ગોવિંદભાઈ મારવાડીને ઝડપી લીધો હતો.

સુરેશ મારવાડી ગાંધીનગરના પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને બાઈક ચોરીના ગુના નોંધાયા ત્યારથી નાસતો ફરતો હતો હોવાનું ખૂલતાં પેરોલ ફર્લો સ્કવોડે માણસા પોલીસને સોંપ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0