અશરફી આઈસ્ક્રીમ અમદાવાદની ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ છે. ત્યારે અશરફી આઈસ્ક્રીમના માલિકના પુત્રએ એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 35 વર્ષીય મહિલાએ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, અશરફી આઈસ્ક્રીમના માલિકના પુત્રએ તેની સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.
એક મહિલાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમા ફરિયાદ કરી કે, અશરફી આઈસ્ક્રીમના માલિક સુભાષના પુત્રના લગ્ન થયા છે. 30 વર્ષીય આકાશ પહેલેથી જ પરિણીત છે. આકાશ ત્રણ વર્ષ પહેલા એક મિત્રને મળવા મોલમાં ગયો હતો, જ્યા તેની મુલાકાત એક યુવતી સાથે થઈ હતી. આ યુવતી અને આકાશ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એકબીજા સાથે ફોન પર વાત કરતા, મેસેજ કરતા અને ફરવા પણ જતા હતા. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો.
પાંચ મહિના ફર્યા બાદ યુવતીએ આકાશને કહ્યુ હતું કે, તુ પરિણિત છે તો તારી જિંદગી ખરાબ થાય છે. તેથી આપણે આપણો પ્રેમ સંબંધ અહી પૂરો કરીએ. પરંતુ આકાશે યુવતી સાથે અભદ્ર વાત કરી હતી. આકાશે યુવતીને બંનેના બીભત્સ વીડિયો અને ફોટા બતાવ્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં આકાશે વર્ષ 2018 થી 2020 સુધી યુવતીને બ્લેકમેલ કરી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
યુવક યુવતીને ધમકી આપતો કે, જો તે પોલીસને કે કોઈને પણ જાણ કરશે તો ગાડી ચઢાવીને જાનથી મારી દઈશ. આમ યુવતીએ આખરે પોલીસ ફરિયાદ કરી હતી.
(ન્યુઝ એજન્સી)