ભૂરિયા મુકામે સતત 91મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત થરાદ : હનુમાનજી ને પ્રસન્ન કરી તેમની ક્રુપા મેળવવાનો સૌથી સરળ ઉપાય સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા નો પાઠ:મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ 11મુખી હનુમાનજી ધામ અન્નક્ષેત્ર ભૂરિયા સતત બનાસકાંઠા પંથકમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આવા હલાહલ કળિયુગમાં પણ 11મુખી હનુમાન દાદાના મહંત ઘેવરદાસજી મહારાજ વિશ્વ કલ્યાણ માટે સવા વર્ષ સુધી દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જે પુર્ણ થયા પછી પણ ભકતજનોના અદભૂત સાથ સહકાર તથા માંગના કારણે જેનો શાસ્ત્રોમાં ખૂબ ખૂબ મોટો મહિમો બતાવેલ છે
તેવા સુંદરકાંડનો પાઠ માનસ કથાકાર વિક્રમભાઈ દવેના સ્વરમાં અવસર સાડી શો રૂમ થરાદ ના સૌજન્યથી સતત 91મો પાઠ કરવામાં આવેલ જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ તેમાં વસંતભાઈ માલી, ભરતભાઈ પ્રજાપતિ પ્રમુખ પ્રજાપતિ વિચાર મંચ ઉગી, બદાજી માલી, વાઘદાસ બાપુ માંગરોળ ,શેણલ ઉપાસક મોરીખા નિવાસી ગણપતલાલ મહારાજ,મીરાંબાઈ રાજસ્થાન તથા અન્ય ગણમાન્ય લોકો એ હાજરી આપેલ ટુંક સમયમાં આ સ્થાને આ વિસ્તારના એકમાત્ર 11મુખી હનુમાન દાદા ની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા 150 ટનથી વધુ વજનની નિર્માણ થશે જેનુ કામકાજ ચાલુ છે
કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ સ્થાન પર દુર દુર થી ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે અને તેમને થયેલા દાદાના અદભુત પરચાઓનુ વર્ણન કરી રહ્યા છે ખરેખર એક વખત નિસ્વાર્થ ભાવે વિશ્વ કલ્યાણ માટે ચાલતા આ ધર્મ કાર્યમાં જોડાઈ 11મુખી હનુમાન દાદાના દર્શનનો લાભ લેવા જેવો છે
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.