પાટણથી સ્કૂટર ચોરી સિદ્ધપુરના ખળી ગામમાં સંતાડનાર શખ્સ ઝડપાયો 

July 23, 2022

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર પોલીસે પાટણ થી ચોરાયેલા મેસ્ટ્રો સ્કુટર ખળી ગામ માંથી ચોર ઈસમ સાથે પકડી સિદ્ધપુર પોલીસે વધુ તપાસ માટે આરોપીને પાટણ બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો

આ અંગેની વિગત એવી છે કે સિધ્ધપુર તાલુકાના ખળી ગામમાં જીઇબી પાછળ રહેતા ઠાકોર ભલાજી અગરાજી ચોરીનું મેસ્ટ્રો રાખતા હોવાની પાકી બાતમી આધારે બુધવાર સાંજે સિદ્ધપુર પોલીસે ભલાજી ના ઘરે જઈ તપાસ કરતા મેસ્ટ્રો સ્કૂટર GJ 24 એ B 1235 કિંમત રૂપિયા 20,000 મળી આવ્યું હતું

તેને આરટીઓની પોકેટ કેપ એપમાં ઓનલાઇન ચેક કરતા સદર મેસ્ટ્રો સ્કૂટર પાટણ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી ચોરી થયેલ જાણવા મળ્યું હતું અને તે ચોરીનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો જેથી પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ માટે પાટણ બી ડિવિઝન પોલીસને સુપરત કર્યો હતો તેવુ સિધ્ધપુર પીઆઇ જે બી આચાર્યએ જણાવ્યું હતું

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0