સુરત:શુક્રવાર: ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશન તેમજ શહેરના ચાર પોલીસ સહાયતા કેન્દ્રનું લોકાર્પણ કરશે. ૧૨:૦૦ વાગ્યે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ કેન્ટીન તથા જવાનો માટેના ડાઈનિંગ શેડને ખુલ્લા મૂકશે. ૧૨:૧૫ વાગ્યે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઈનામ વિતરણ કર્યા બાદ ૧૨:૩૦ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનરેટ રિસ્ટ્રક્ચરીંગ અને રિવ્યુ મિટીંગમાં હાજરી આપશે. બપોરે ૪.૧૫ વાગ્યે દક્ષિણ ગુજરાત વિજ કંપની- DGVCLની કચેરી, વરાછા રોડ ખાતે ઉર્જા વિભાગની કામગીરીની રિવ્યું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૬:૦૦ વાગ્યે GIDC એસોસિએશનના સહયોગથી નિર્મિત કડોદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. રાત્રીરોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે કરશે. તા.૧૮/૭/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નવસારી જવા રવાના થશે