ઈમરજન્સી સમયે ૧૦૮ અેમ્બ્યુલન્સ જેવી સેવાઅો પણ ખોરંભે ચડતા લોકોને ભારે હાલાકી
અમીરગઢના સોનવાડી અને ઈસવાણી જતો રસ્તો વરસાદના લીધે ધોવાઈ જતા બંને ગામો ઉપરાંત અનેક ગામોના લોકોને અવર જવર માટે ભારે હાલાકીઓ પડી રહી છે.
પછાત તાલુકાનું બિરૂદ પામેલા અમીરગઢ તાલુકામાં હજુ એવા અનેક ગામડાઓ આવેલ છે. જે દેશને આઝાદ થયાને વર્ષો થયા હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહી ગુલામીનો અહેસાસ મહેસૂસ કરી રહ્યા છે. ગામડાઓમાં રસ્તા અને પાણીની સમસ્યા વકરેલ હોવાથી લોકો હેરાન થઈ ગયેલ છેમ જેમાંથી મુખ્યત્વે સોનવાડી અને ઇસવાણીને જોડતો રસ્તો આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ રસ્તા પર એક વ્હોળો આવેલ છે. જે દરેક વરસાદમાં તૂટી જતા રસ્તો બંધ થાય છે. હાલમાં એક માસ પહેલા પડેલ પ્રથમ વરસાદમાં આ નાળું ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો. જેથી સેવાભાવીઓ દ્વારા ફરીથી રસ્તો રિપેર કરવામાં આવેલ હતો. પરંતુ એક વાર ફરી એક ઇંચ વરસાદ થતાં ફરીથી રસ્તો તૂટી ગયેલ છે અને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. રસ્તો બંધ થતાં ૧૦૮ જેવી સેવાઓ પણ ખોરંભે પડી છે અને આ રસ્તેથી ચાલતા લોકો હાલાકીઓ ભોગવી રહ્યા છે. વારંવાર તાલુકા કક્ષાએ ઢોલ નગારા પીટી રજૂઆત કરવા છતાં પરિણામ આવેલ નથી. જવાબદાર તંત્ર ગરીબ અને પછાત આદિવાસી વિસ્તારમાં આ રસ્તો ઝડપથી બનાવે તેવી લોક માંગ ઉઠી છે.
તસ્વીર : જયંતિ મેતિયા