નમકીન તથા સોનપાપડીની આડમાં સંતાડીને લઇને જવાતો 9.33 લાખનો વિદેશી શરાબ મહેસાણા એલસીબીએ ઝડપ્યોં 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા ફતેપુરા પાટીયા પાસેથી વિદેશી શરાબ સહિત કુલ રૂા. 45.10 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો 

રાજસ્થાનથી અમદાવાદ લઇ જવાતો વિદેશી શરાબના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા 

ગરવી તાકાત, મહેસાણા તા. 03 – (Sohan Thakor) – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો ભરીને જતી અશોક લેલન્ડ ટ્રકમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા ફતેપુરા હાઇવે પર અટકાવી તેમાં તપાસ કરતાં ટ્રકમાં પાપડ તથા સોન પાપડી અને નમકીનના નીચે સંતાડેલો વિદેશી શરાબનો 9.33 લાખના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

લોકસભાની ચૂંટણીને લઇ મહેસાણા જિલ્લામાંથી વિદેશી શરાબની થતી હેરાફેરી પર ચુસ્ત બંદોબસ્ત સાથે બાજનજર રાખવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એમ.પી.ચૌધરી, એએસઆઇ જયેશકુમાર, હેકો. જયસિંહ, પીસી રાજેન્દ્રસિંહ, અક્ષયસિંહ, ડીપીસી વિક્રમભાઇ સહિતનો સ્ટાફ મહેસાણા એલસીબી કચેરીએ હાજર હતા.

તે દરમિયાન પીએસઆઇ એમ.પી.ચૌધરી તથા પીસી રાજેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ફતેહપુરા બાયપાસ સર્કલ પરથી અશોક લેલન્ડ ટ્રક નંબર આરજે-19-જી.એચ-9221માંથી પરપ્રાંતિય વિદેશી શરાબ તથા બિયરના ટીન મળી કુલ રૂપિયા 9,33,360 તથા મોબાઇલ 10 હજાર રોકડ 1 હજાર તથા ટ્રકની કિંમત 15 લાખ, પાપડ, સોનપાપડી, નમકીનની કિંમત 18.70 લાખ તથા સીમેન્ટની સીટો 304 જેની કિંમત 1,96,264 મળી કુલ રૂપિયા 45,10,624ના મુદ્દામાલ સાથે ધતરવાલ જગદીશ લુમ્બારામ રહે. ગામ સીલી તા.ઓશીયાન, જીલ્લો જોધપુરવાળો તથા ગોરછીયા તુલછારામ બાબુરામ રહે. ગામ મતોડા, તા. લોહાવટ, જીલ્લો જોધપુરવાળાને ઝડપી પાડી મોકલનાર મોતીરામ તથા લેવા આવનાર અમદાવાદના બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.