ઊંઝામાં જીરાની ફેક્ટરીમાંથી જીરાની ચોરી કરનાર ત્રણ જીરાચોરને મહેસાણા એલસીબીએ ઝડપી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

આજથી છ માસ અગાઉ ઊંઝામાં આવેલી કરીશ્મા ફેક્ટરીમાંથી ચાર ઇસમોએ જીરાના બે કટ્ટાની ચોરી કરી હતી

એલસીબીની ટીમે ફતેપુરા સર્કલ પાસેથી મોટર સાયકલ પર સવાર ઐઠોરની 3 શખ્સોને ઝડપી પાડ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 04 – (Sohan Thakor) આજથી છ માસ અગાઉ ઊંઝા નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલી કરીશ્મા ફેક્ટરમાંથી જીરાની ચોરી કરનાર ત્રણ જીરાચોરને ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ સાથે ફતેપુરા સર્કલ પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચન ટીમે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

 

પ્રોહિબીશ, જુગાર, ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા તેમજ વણઉકલ્યા ગુનાના ભેદ ઉકેલવા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા નિર્દેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. કિરણજી, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, પીસી. અજયસિંહ, રવિકુમાર, સહિતનો એલસીબી સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન મહેસાણા બાયપાસ ફતેપુરા સર્કલ પાસે આવતાં પીસી. અજયસિંહ તથા રવિકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંઝાથી મહેસાણા તરફ એક કાળા કલરના ડીસ્કવર મોટર સાયકલ પર ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં આવી રહ્યા છે. જેને પગલે મહેસાણા એલસીબીની ટીમે ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન મોટર સાયકલ પર ત્રણ શખ્સો ફતેપુરા સર્કલ પાસે આવતાં તેમને કોર્ડન કરી પુછપરછ કરતાં કોઇ યોગ્ય જવાબ ન આપી ગલ્લા તલ્લા કરતાં વધુ પુછપરછ દરમિયાન આ ત્રણ ઇસમોએ જણાવ્યું હતું કે

આજથી છ મહિના  અગાઉ તા. 8-10-23ના રોજ પકડાયેલા આ ત્રણેય ઇસમોએ તથા ઠાકોર ટીનાજી નથાજી રહે. ઐઠોર, પોરવાળોવાસ તા. ઊંઝાવાળો એમ ચાર શખ્સો ભેગા મળી ઊંઝામાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલી કરીશ્મા કલીનીક જીરાની ફેકટરીમાંથી ઝડપાયેલા ત્રણ ઇસમો સહિત અન્ય એક ઇસમ મળી કુલ ચાર જણાએ જીરાના બે કટ્ટા ફેકટરીમાંથી ચોરી કરી હતી જેમાં બે શખ્સો જીરાના કટ્ટા લાદી મોટર સાયકલ પર નીકળી ગયા હતા. જ્યારે બે ચાલતાં આવ્યા હતા. આ દરમિયાન મોટર સાયકલ પર બે કટ્ટા લઇ જતાં દરમિયાન મોટર સાયકલ પલટી મારતાં આ બે જીરાચોર ઇસમો મોટર સાયકલ તથા જીરાના બે કટ્ટા મુકી ફરાર થઇ ગયા હતા. જો કે ત્યારબાદ મોડી રાતે પરત બાઇક લેવા જતાં જીરાના બે કટ્ટા કોઇ ઉઠાવી ગયું હોવાની એલસીબીની ટીમ સમક્ષ કબુલાત કરતાં ત્રણેય જીરાચોર ઇસમોને ઝડપી પાડી ઊંઝાની જીરા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતાને વર્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.