એહમદ પટેલના નીધન ઉપર અનેક હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યુ- આજે મળેલો ઘા સમય નહી પુરી શકે: શક્તિસીંહ ગોહીલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપના  પ્રદેશ અધ્યક્ષસી.આર.પાટીલે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલના આજરોજ થયેલા નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલના આજરોજ થયેલા નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.પાટીલે જણાવ્યું છે કે, અહેમદભાઈ પટેલે ગુજરાતના નાના વિસ્તારથી તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી અને તેમની કાબેલિયતના કારણે તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના મહત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. સફળ રાજનેતા, મૃદુભાષી, વિનમ્ર વ્યક્તિત્વ, પોતાના રાજકીય જીવનની એક આગવી છાપ છોડનારા શ્રી અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.

આ સીવાય પણ અનેક લોકોએ એહમદ પટેલના મોતને લઈ શોક વ્યક્ત કર્યો હતો જેમાં કોન્ગ્રેસ સીવાય બીજી પાર્ટીના નેતાઓ પણ સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો જેમા તેમને કહ્યુ હતુ કે તેમના મોતનુ દુખ છે. તેમણે અનેક વર્ષો રાજનીતીમા પસાર કરી સમાજની સેવા કરી હતી. તેએ તેમના તેજ દિમાગના કારણે જાણીતા હતા.કોન્ગ્રેસને મજબુત બનાવવા તેમની ભુમીકા હમ્મેષા યાદ રહેશે.

એહમદ પટેલના મોત ઉપર શક્તિસીંહ ગોહીલનુ ટ્વીટમાં સૌથી વધુ દુખ ઉભરી આવતુ હતુ. શક્તિસીંહ ગોહીલ એહમદ પટેલ સાથે ઘણા લાંબા સમયથી સાથે કામ કરતા હતા જેથી અચાનક તેમના મોતના કારણે તેઓ ભારે શોકમાં હોય તેમ તેમના શબ્દો ઉપરથી લાગી રહ્યુ હતુ. તેમને લખ્યુ હતુ કે હુ તેમના અંતીમ સમયમાં એહમદ પટેલની સાથે નથી જેનુ મને દુખ છે. હુ હોસ્પીટલમાં તેમના મોતની ખબર સાંભળી ખુબ રડ્યો! આજે મળેલા ઘા ને સમય ક્યારેય નહી ભરી શકે,કોન્ગ્રેસે તોફાનમાં કીનારા તરફ લઈ જનારા માઝી ગુમાવ્યા છે.

રાહુલ ગાંધીએ પણ તેમના નીધન ઉપર દુખ વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે, અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના આધારસ્તંભ હતા. તેઓ પાર્ટીના સૌથી મુશ્કેલ સમયમાં પણ સાથે રહ્યા. તે કોન્ગ્રેસની સૌથી મોટી સંપતી હતા.

રાજ્યના મુખ્યમંત્રીએ પણ એહમદ પટેલના અવશાન ઉપર દુખ જાહેર કર્યુ હતુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.