અંબાજી સરહદ છાપરી ચેક પોસ્ટ ઉપર યાત્રીકો પાસેથી પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાની ચર્ચા

શેર કરવા અહીં ક્લિક કરો.

અગાઉ પણ દારુના વિવાદમા પોલીસ કર્મીની કરવામાં આવી હતી બદલી

અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતુ ઉઘરાણાને લઈ પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહયાં છે, અંબાજી પોલીસ દ્વારા ઉઘરાણુ કરીને યાત્રીકોને હેરાન કરવામાં આવતા હોય તેવી ચર્ચાઓ થવા લાગી છે.

આ પણ વાંચો – દાંતા : પાણી પુરવઠાના કચેરીમાં પત્તા રમી ટાઈમ પાસ કરતા કર્મચારીઓ કેમેરામાં કેદ

અંબાજી છાપરી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીને દારુના વિવાદમા અગાઉ થોડા સમય પહેલાં પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી. એજ પોલીસ કર્મીને સરહદ છાપરી ઉઘરાણુ કરવા માટે મુકવામાં આવ્યા છે. હવે એજ પોલીસ કર્મીને સરકાર નો પગાર ઓછો પડતો હોય તેમ સરહદ છાપરી નુ ઉઘરાણુ કરી કમાણી કરતાં પોલીસ કરમિની બદલી કરવામાં આવે તેવી યાત્રીઓમાં માંગ ઉઠી છે. પોલીસ કર્મીની બદલી દારુના વિવાદમા પાલનપુર ખાતે કરવામાં આવી અને રાજકારણ નુ સેટિંગ કરી અંબાજી બદલી કરીને સરહદ છાપરી ઉઘરાણુ ચાલુ કરવા લાગ્યા આવા પોલીસ કરમીને તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી અંબાજી આવતા યાત્રીની માગ ઉઠી રહી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.