રાજ્યસરકાર દ્વારા કાર્યરત તમામ આરોગ્યના કાર્યક્ર્મોની જાણકારી છેવાડાના લોકો સુધી મળી રહે તે માટે તાલુકા હેલ્થ કચેરી કામરેજ ખાતે તાલુકા મેડીકલ ઓફિસરો, તાલુકા આઇ.ઈ.સી.ઓફિસર, તાલુકા હેલ્થ વિઝિટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને તમામ આશા ફેસીલીટેટરનો “કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ વર્કશોપ” યોજવામાં આવ્યો હતો.
કામરેજના તાલુકા હેલ્થ ઓફિસર ડો.શાંતાકુમારીએ કોમ્યુનીટી એક્શન ફોર હેલ્થ વર્કશોપના હેતુઓની વિગતો આપી હતી. તેમજ કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંગે પ્રશ્નોતરી કઇ રીતે તૈયાર કરવી તે અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ દરેક આશા ફેસિલિટેર બહેનો પાસે કોમ્યુનીટી એક્શન ફોર હેલ્થ અંગે પ્રશ્નોતરી અંગે વાંચન કરવવામાં આવ્યું હતું જે તમામ પ્રશ્નોના ડો.શાંતાકુમારીએ જવાબો આપ્યા હતા. તાલુકા આઇ.ઈ.સી.ઓફિસર મુકેશભાઇ ભટ્ટ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનુ સફળ સંચાલન અને આભારવિધી કરવામાં આવી હતી.