ગુજરાત પોલીસની PSI અને LRDની ભરતીમાં 12 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેઓની શારીરીક કચોરી 3 અને 4 ડીસેમ્બરે યોજાવાની હતી. પરંતુ કમોસમી વરસાદને પગલે અનેક શહેરોના ગ્રાઉન્ડો પર યોજનાર કસોટી મોકુફ રાખવામાં આવી છે. અત્યાર સુધી ભરૂચ, સુરત-વાવ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગોધરાના ગ્રાઉન્ડ પર યોજનાર કસોટી મોકુફ કરવામાં આવી છે. જેની આગામી તારીખ ઉમેદવારોને જાણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રીજી ડીસેમ્બરથી PSI અને LRDનો ફીઝીકલ ટેસ્ટ રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ પર લેવામાં આવનાર હતો. પરંતુ કમોસમી વરસાદને પગલે 7 ગ્રાઉન્ડ પરની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી દોડની પ્રેક્ટિસ કરી રહેલા ઉમેદવારોને શારીરીક કસોટી માટેના ફોર્મ મેળવવા દિવસભર રાહ જોવી પડી હતી ત્યાર બાદ રાત્રે માંડમાડ કોલલેટર ડાઉનલોડ થયા હતા. ત્યારે અચાનક સ્થળો કેન્સલ કરવામાં આવતાં ઉમેદવારો નિરાષ થયા છે. આ પરિક્ષામાં જે 15 મેદાનો પસંદ કરાયા છે તે પૈકી 3 મેદાનો મહિલા ઉમેદવારો માટે અને 12 મેદાનો પુરૂષ ઉમેદવારો માટે ફાળવવામાં આવ્યા હતા.
ભર શિયાળે ચોમાસા જેવુ વાતાવરણ થતાં પોલીસ ભરતી ઉપર પણ તેની અસર પડી હતી. જેથી ગતરોજ ભરતીબોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ગતરોજ ભરુચ તથા વાવ, સુરત ખાતે 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આજે બાકીના અન્ય મેદાનો પરની કસોટી રદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે 7 ગ્રાઉન્ડ રદ કરવામાં આવતા આવતી કાલે તારીખ 3 ડીસેમ્બર અને 4 ડીસેમ્બરના રોજ માત્ર 8 ગ્રાઉન્ડ પર જ શારીરિક કસોટી લેવામાં આવશે.