વિશ્વ એઈડ્સ દિવસ : મહેસાણામાં એઈડ્સથી મૃત્યુ પામેલા લોકોને શ્રંદ્ધાજંલી પાઠવવા કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં બુધવારના રોજ વિશ્વ એઈડ્સ દિન નિમીત્તે આ રોગમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રંંદ્ધાજંલી પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મહેસાણા ડીસ્ટ્રીક્ટ એઈડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ યુનીટ અને વિકાન કેર એન્ડ સ્પોટના સહયોગથી યોજવામાં આવ્યો હતો. 

મહેસાણા સીવીલમાં કાર્યરત એ.આર.ટી ,સેન્ટરમાં એચઆઈવી એઈડ્સ ગ્રસ્ત લોકો મૃત્યુ પામેલાને શ્રંદ્ધાજંલી પાઠવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય અધિકારી ડો. ભરતભાઈ સોંલકી, સીવીલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. પી.એસ.જોષી, સીવીલ હોસ્પિટલના આરએમઓ ડો. આર.એમ. પટેલ, એ.આર.ટી સેન્ટરના મેડીકલ ઓફિસર ડો. કંદોઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લા સુપરવાઈઝર, વિકાન પ્રોગ્રામ સ્ટાફ, તથા એઆરટી સ્ટાફના લોકોએ ભેગા મળી શ્રંદ્ધાજંલી આપી હતી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.