હાઈકોર્ટે મહેસાણા વિકાસ કમિશ્નરના હુકમને રદ કર્યો – પિલુદરા ગ્રામ પંચાયતની આખી બોડીને હોદ્દા પરથી હટાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના પિલુદરા ગામના સરપંચસહિત સમગ્ર ગ્રામ પંચાયતની બોડીને પદ પરથી હટાવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. સરપંચ, ઉપસરપંચ સહીત તમામ 11 સભ્યોને હોદ્દા પરથી હટાવવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં હાઈકોર્ટે વિકાસ કમીશ્નરના હુકમને રદ બાતલ કર્યો છે. 

મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ સહીત તમામ સભ્યો વિરૂધ્ધ ગેરકાનુની રીતે માટીનુ ખોદકામ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં જીલ્લા વિકાસ અધિકારીએ આજથી છ માસ પહેલા સરપંચ, ઉપસરપંચ સહીત તમામ સભ્યોને ગુનેગાર માની પદ પરથી હટાવવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ નિર્ણયને પડકારમાં આવ્યો હતો જેમાં વિકાસ કમિશનરે પંચાયતની બોડીને પુન: સ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો. 

અરજદારે વિકાસ કમિશ્નરના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં અરજદારે રજુઆત કરી હતી કે પીલુદરા ગ્રામ પંચતના તમામ સભ્યોને હોદ્દા પરથી હટાવવામાં આવે. જેથી હોઈકોર્ટમાં આજની કાર્યવાહીમાં પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહીત તમામ 11 સભ્યોને હોદ્દા પરથી હટાવવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ મહેસાણા-તાંરગા રેલવે લાઈનના ગેજ રૂપાંતરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પીલુદરા ગામની ગૌચરની જમીનમાંથી માટી ઉપાડી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.