photo credit - facebook

કરજણમાં નીતીનભાઈ પટેલ ચુંટણીના પ્રચારમાં હત્યા ત્યારે એમની ઉપર એક શખ્સ દ્વારા જુતુ ફેકાયુ હતુ. આ મામલે રાજ્યના ગુુૃહમંંત્રી પ્રદીપશીંહ જાડેજાએ સ્વીકાર્યુ હતુ કે સુરક્ષા બંદોબસ્તમાં ખામી રહી ગયેલ હોવાથી આ ઘટના બનાવા પામી હતી. જેથી તેમને આઈ.જી. રેન્જના અધિકારીઓનો ઉધતો લેતા તપાસનો આદેશ કરેલ છે. જેમાંં જવાબદાર કર્મચારી વિરૂધ્ધ કડક પગલા ભરાશે.

આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ

કરજણમાં પક્ષપલટુ ધારાસભ્યના કારણે શીટ ખાલી પડતા અહિ પેટાચુંટણી યોજાઈ રહી છે. જેથી બન્ને પક્ષના નેતાઓ ચુંટણીના પ્રચાર માટે ફરી રહ્યા છે. ત્યાર નીતીન પટેલ તેમના ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે કરજણના કુરાલી ગામે હતા ત્યારે કોઈ એક અજાણ્યા શખ્સે તેમની ઉપર જુતુ ફેંકી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પંરતુ નીતીન પટેલે આ ઘટના ઉપર વધુ ધ્યાન ના આપતા તેમને પોતાનુ કામ ચાલુ રાખ્યુ હતુ. પરંતુ બાદમાં તેઓ આ ઘટનાને કોન્ગ્રેસ સાંથે જોડી હતી. 

આ મામલાને રાજ્યના ગુહમંત્રી પ્રદીપસીંહ જાડેજાએ ગંભીરતાથી લેતા બેઠક યોજી આઈ.જી. રેન્જના અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં સ્વીકારાયુ હતુ કે નીતીન પટેલની સુરક્ષા બાબતે બંદોબસ્તમાં ખામી રહી ગયેલ હતી. જેથી આ ઘટના બની હતી. આ મામલે પ્રદીપસીંહ જાડેજાએ રેન્જ આઈ.જી. સહીત અન્ય પોલીસ કર્મચારીઓનો ઉઘડો લીધો હતો. નીતીન પટેલની બંદોબસ્તીમાં જે કર્મચારીઓ ફરજ ઉપર હતા એમની વિરૂધ્ધ તપાસ કરવાનો આદેશ કર્યો છે. જેમા જવાબદાર કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે. 

 

Contribute Your Support by Sharing this News: