તસ્વીર - જૈમીન સથવારા

ગરવી તાકાત,કડી

11 જુલાઈના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તકે મહેસાણા જીલ્લાના દેત્રોજ રોડ ઉપર કડી ખાતે નવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનુુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પંરતુ આ હોસ્પીટલને બને હજુ થોડા દિવસો નથી થયા ને દર્દીઓને સુવિધાના નામે શુન્ય જોવા મળી રહ્યુ છે.

તસ્વીર – જૈમીન સથવારા

કડી ખાતેની હોસ્પીટલમાં આવતા દર્દીઓને કોઈ પણ પ્રકારની પ્રાથમીક સુવીધા ન મળતી હોવાથી તેઓ રજળી પડતા જોવા મળી રહ્યા છે.આ હોસ્પીટલ નીતીનભાઈ પટેલનુ હોમ ટાઉન હોવાથી આ હોસ્પીટલનુ ઉદ્ઘાટન કરતી વખતે તેમને જણાવ્યુ હતુ કે અહીના લોકોને સારી સ્વાસ્થ સુુવિધા લેવા માટે દુર નહી જવુ પડે.

આ પણ વાંચો – બનાસકાંઠામાં કંગનાના સમર્થમાં કરણી સેનાએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

પરંતુ હાલની તસ્વીરો જોઈ લાગતુ નથી કે અહીના દર્દીઓને કોઈ પણ પ્રકારની પ્રાથમીક સુવિધા પણ મળતી હશે, કોરોનાના કેસ દેશમાં દીન-બ-દીન વધી રહ્યા છે, અને મહેસાણા જીલ્લામાં માત્ર બે જ સરકારી હોસ્પીટલ હોઈ કડી ખાતેના શહેરી આરોગ્ય પ્રાથમીક કેન્દ્રને પણ કોરોના ટેસ્ટ માટેની કામગીરી સોંપેલ છે, જેથી અહી સારવાર લેવા આવતા દર્દીઓ મોટી મોટી લાઈનોમાં પોતાના વારાની રાહ જોતા નજરે પડ્યા હતા.જેમા હોસ્પીટલ દ્વારા આ દર્દીઓની સારસંભાળ લેવા વાળુ કોઈ દેખાઈ ન હતુ રહ્યુ.  આ હોસ્પીટલમાં સારવાર અને પોતાનો કેેસ નોંધાવવા માટે લોકોને  મોટી લાઈનોમાં તડકામાં પણ ઉભુ રહેવુ પડતુ હોય છે. દર્દીઓે અને તેમની સાથે આવેલ પરીવારના લોકોને બેસવાની કોઈ સુવિધા ન હોવાથી અહિ આવતા દર્દીઓ અને તેમના પરીવાર જનોની પીડા વધી ગયેલી જોવા મળી રહી છે.

તસ્વીર – જૈમીન સથવારા

લોકો પૈસાના અભાવે અથવા સરકારના મોટા મોટા દાવાઓને સાંભળી સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ કડીની પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં આવેલા દર્દીઓને તુરંત સારવાર ન મળતા તેઓ પોકાર પાડી ગયા હતા, અને ફરિયાદ કરી રહ્યા હતા કે સરકારે હોસ્પીટલ તો બનાવી દીધી છે પંરતુ એમાં પુરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓથી ધમધમતી આ હોસ્પીટલમાં યોગ્ય રીતે સારવાર કરવામાં નથી આવતી, દર્દી સાથે આવેલા પરીવારના લોકોને પાણી પીવાથી લઈ બેસવા સુધીનો અભાવ છે તથા હોસ્પીટલ દ્વારા સારવારમાં મોડુ થતા જો કોઈ દર્દીની તકલીફ વધી જાય તો એના માટે જવાબદાર કોણ એવા સવાલો ઉઠી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: