પ્રવેશ પ્રક્રીયા 6/11 સુધી પુરી કરવા અંગે ડીપ્લોમા કોલેજ સંચાલકોની આંદોલનની ચીમકી

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યના ડીપ્લોમાં કોલેજોમાં હાલમાં 50 ટકા કરતા પણ વધારે શીટો ખાલી પડેલી છે. જે અંગે ડીપ્લોમાં પ્રવેશ સમીતીએ તારીખ 05/11/2020 સુધી ખાલી પડેલી બેઠકો ઉપર પ્રવેશ પ્રક્રીયા પુરી કરી 6/11/2020 ના રોજ પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની ફાઈલ પ્રવેશ સમીતી ખાતે જમા કરાવી દેવી પડશે એવી નોટીફિકેશન તમામ ડીપ્લોમાં કોલેજોને મોકલી હતી. આ અંગે કોલેજોના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં તેઓ અધિકારીઓની અણઆવડત ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે. અને તેમના આ મનસ્વી નિર્ણયના વિરૂધ્ધમાં આંદોલનની ચીમકી આપી છે.

આ મામલે તમામ કોલેજોના સંચાલકોને ગઈ કાલ સાંજે 5.25 પછી મેઈલ દ્વારા જણાવવામા આવ્યુ હતુ. કે તમામ સ્વનિર્ભર સંસ્થાએ 2/11/2020 થી 05/11/2020 સુધી ખાલી પડેલી તમામ બેઠકો ઉપર પ્રવેશ આપી 6 તારીખ સુધી તમામ માહિતી મોકલી દેવાની રહેશે. આ ટુંકાગાળાનો સમય સ્વનિર્ભર સંસ્થાને આપ્યો હોવાથી તમામ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં તેઓ દલિલ કરી રહ્યા છે કે કોરોના વાઈરસના કારણે એડમીશન પ્રક્રીયા ધીમી પડી ગઈ હતી. જેથી અત્યાર સુધી કોલેજોમાં 50 ટકા કરતા પણ વધારે શીટો ખાલી પડી રહી છે. માટે સરકારનો આ મનસ્વી નિર્ણયના કારણે સંચાલકોને ભારે નુકશાન વેઠવુુ પડી શકે છે. તથા પ્રવેશ મેળનાર ઈચ્છુક વિર્ધાથીઓના વર્ષ પણ બરબાદ થઈ શકે છે. માટે સંચાલકોએ આ સમયમર્યાદા વધારવાની માંગ કરી છે.

અન્ય કોલેજોમાં પ્રવેશ પ્રક્રીયા ચાલુ રહેશે

ડીપ્લોમા કોલેજના સંચાલકોની બીજી એક દલિલ એ છે કે રાજ્યમાં ડીગ્રી કોલેજોમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રીયા પુરી કરવાની જાહેરાત નથી કરી, તથા બીજા નોન પ્રોફેશનલ્સ કોલેજો જેવી કે. બી.એ.બી.કોમ.-બીસીએ જેવા કોર્ષમાં પણ 5-5 રાઉન્ડ બાદ પણ પ્રવેશ પ્રક્રીયા ચાલુ જ છે. તેવી કોલેજોમાં પણ પ્રવેશ પ્રક્રીયાને પુરી કરવાની જાહેરાત કરવામાં નથી આવી તો માત્ર ડીપ્લોમા કોલેજ ઉપર આ નિર્ણય કેમ થોપવાંમાં આવી રહ્યો છે. આ મામલો ડીપ્લોમાં પ્રવેશ સમીતીને 29/10/2020 ના રોજ સંચાલકો દ્વારા માહીતગાર કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈ પ્રતીક્રીયા આપ્યા વગર તેમની ઉપર આ નિર્ણયને લાગુ કરવાનો હુકમ ફરમાવ્યો છે. જેથી ડીપ્લોમા કોલેજોના સંચાલકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સંચાલકો ડીપ્લોમાં પ્રવેશ સમીતાના સેક્રેટરી ઉપર બીનઅનુભવી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જેમા તેઓ માત્ર એક જ વર્ષથી આ સંસ્થામાં કામ કરતા હોવાથી તેમનેે પ્રવેશ પ્રક્રીયા અંગે કોઈ જાણકારી ન હોવાથી તેઓ આ મનસ્વી નિર્ણય લઈ રહ્યા છે. તેમને આ બાબતે રજુઆત કરાતા તેઓ માત્ર ઉપરથી ઓર્ડર આવ્યો છે તેમ કહી સંચાલકોની માંગને નંજરઅંદાજ કરી રહ્યા હોવાનો આરોપ થઈ રહ્યા છે.

જેથી તારીખ 05/11/2020 સુધી તમામ ડીપ્લોમાં કોલેજોમાં પ્રવેશ પ્રક્રીયા પુરી કરી દેવાના નિર્ણયનો વિરોધ કરી તમામ ડીપ્લોમાં કોલેજોના સંચાલકોનએ આંદોલનની ચીમકી આપી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.