ભારતના ધનકુબેરોનું 8500 કરોડનું દાન રોજ રૂા.5-6 કરોડનું દાન આપી શિવ નાડર સતત મોખરે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગત વર્ષની સરખામણીમાં 59% વધુ પ્રથમ ક્રમે એચસીએલના શિવ નાડર, ટોપ 10ની યાદીમાં ઈન્ફોસીસના સહસ્થાપક નંદન અને રોહિણી નિલકર્ણીના નામ: મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ ‘સખાવત’ કરે છે

મુંબઈ તા. 03 – ભારતના ધનપતિઓ હવે તેમના પશ્ચીમી ‘બિલીયોનર્સ-કલબ’ના સાથીદારોમાંથી પ્રેરણા લઈ રહ્યા છે અને તેઓ હવે વધુ ‘ઉદાર’ પણ બન્યા હોવાના સંકેત મળ્યા છે. ચેરીટી-બિગેઈન ફ્રોમ હોમ’નાં કહેવતને તેઓ હવે સારી રીતે લાગુ કરી રહ્યા છે. 2023ના વર્ષમાં દેશના 119 અબજોપતિઓએ તેમની સંપતિમાંથી 59% વધુ રકમ એટલે કે કુલ રૂા.8445 કરોડનું ‘દાન’ કર્યુ જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં 200% વધુ હતું.

જો કે દાન બાબતમાં એચસીએલના શિવ નાડર પ્રથમ ક્રમે રહ્યા છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં શિવ નાડરે કુલ રૂા.2042 કરોડનું દાન કર્યુ એટલે કે તેમાં રોજ સરેરાશ રૂા.5.6 કરોડનું દાન કરી રહ્યા છે તે બાદ વિપ્રોના કો-ફાઉન્ડર અજીમ પ્રેમજી આવે છે જેણે કુલ રૂા.1774 કરોડનું દાન કર્યુ અને રસપ્રદ બાબત છે કે આ દાતાઓની યાદીમાં નવી પેઢીના સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનિયોર્સ પણ જોડાઈ રહ્યા છે. જેમાં ઝરોવા (સ્ટોક ઈનવેસ્ટમેન્ટ ફર્મ)ના નિતિન અને નિખીલ કાયત પણ છે. આ બંધુઓએ 2023માં રૂા.110 કરોડનું દાન કર્યુ છે.

નિખીલ કાયતે તો તેમની અર્ધી સંપતિ દાન કરવા માટેના ગિવિગ પ્લેજમાં પણ હસ્તાક્ષર કર્યા છે અને આ રીતે તેઓ સૌથી નાની ઉંમરના દાતા બની ગયા છે. જેમાં રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં છે. તે ગૌતમ અદાણી એ રૂા.285 કરોડનું દાન કર્યુ જે અગાઉના વર્ષની સરખામણીમાં 50% વધુ હતું તો તેમનાથી પણ વધુ ધનવાન અને દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રૂા.376 કરોડનું દાન કર્યુ જે 8% વધુ છે.

ભારતની સાત મહિલાઓ પણ આ યાદીમાં છે. જેમાં પ્રથમ ક્રમે ઈન્ફોસીસના સહસ્થાપક નંદન નિલકર્ણીના ધર્મપત્ની રોહિણી નિલકર્ણી છે જેણે રૂા.170 કરોડનું દાન કર્યુ છે. તો થર્મકસના અનુ આગા- એન્ડ ફેમીલી છે જેણે રૂા.23 કરોડનું દાન કર્યુ છે તો યુએસવીના લીના ગાંધી તિવારીએ પણ રૂા.23 કરોડનું દાન કર્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં રૂા.100 કરોડ કે તેથી વધુ દાન આપનારની સંખ્યા બે માંથી વધુને 14ની થઈ છે તો રૂા.50 કરોડ થી રૂા.100 કરોડ સુધી આપનારની સંખ્યા પણ પાંચમાંથી વધીને 24ની થઈ છે. આ તમામ દાન ફેમીલી ટ્રસ્ટ મારફત અપાયા છે અને તેમાં આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા ફેમીલીના રૂા.287 કરોડની રકમ દાનમાં અપાઈ છે.

ભારતના ટોપ 10 દાનવીર
1) – શિવ નાડર – રૂા.2042 કરોડ
2) – અઝીમ પ્રેમજી – રૂા.1774 કરોડ
3) – મુકેશ અંબાણી – રૂા.376 કરોડ
4) – કુમાર મંગલમ બિરલા – રૂા.287 કરોડ
5) – ગૌતમ અદાણી – રૂા.285 કરોડ
6) – બજાજ ફેમીલી – રૂા.264 કરોડ
7) – અનિલ અગ્રવાલ – રૂા.241 કરોડ
8) – નંદન નિલકેર્ણી – રૂા.189 કરોડ
9) – સાયરસ પુનાવાલા – રૂા.179 કરોડ
10) – રોહિણી નિલકેર્ણી – રૂા.170 કરોડ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.