ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ED અને IT વિભાગના 150 અધિકારીઓનો કાફલો ઉતર્યો 

November 3, 2023

આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેન્દ્ર સરકારની આ બંને એજન્સીઓએ દરોડા પાડ્યા છે

આજે ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં ઑનલાઈન ગેમિંગ એપ પર દરોડા પાડવામાં આવ્યા છે

IT વિભાગે અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર કાર્યવાહી કરી

ગરવી તાકાત, અમદાવાદ તા. 03 – ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ED અને IT વિભાગ સક્રિય તઈ ગયો છે. આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેન્દ્ર સરકારની આ બંને એજન્સીઓએ દરોડા પાડ્યા છે. જેમાં મોટા માથાઓના નામ બહાર આવ્યા છે. IT વિભાગે અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર કાર્યવાહી કરી બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે. આ કાર્યવાહીને પગલે આજે બિલ્ડર લાંબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. Edએ દાની ગેમીગ એપ સાથે સંકળાયેલા લોકો પર તવાઈ બોલાવી છે. આજે ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં ઑનલાઈન ગેમિંગ એપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હી સહિત 14 સ્થળે EDએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજ પણ EDના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.

આઇટી News in Gujarati, Latest આઇટી news, photos, videos | Zee News Gujarati

લોકસભાની ચૂંટણી અને દિવાળીના તહેવારો સમયે બિલ્ડરોને ઘી કેળાં છે. હાલમાં ધૂમ બુકીંગની સિઝન વચ્ચે ITની કાર્યવાહીથી અનેક ચર્ચાઓ જાગી છે. અમદાવાદમાં સાયન્સ સિટી રોડ સહિતશહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ IT વિભાગની ટીમો પહોંચી છે. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા,

આજે સવારથી આ કાર્યવાહીને પગલે બિલ્ડરો પણ ચોંક્યા છે.  અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર 5 દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મળ્યા 200 કરોડ રુપિયાના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.

ગુજરાતમાં આ એપ્લિકેશનમાં મોટાપાયે મનીલોન્ડરીંગ થયું હોવાની આશંકાઓ છે. દાની ડેટા એપ્લીકેશન ઠગાઈ મામલે EDએ સકંજો કસ્યો છે. EDએ પાલનપુરમાં સાયબર ક્રાઈમની FIRના આધારે તપાસ શરૂ કરી હતી. ચીની મૂળના શખ્સે ઓનલાઈન ગેમિંગ એપ બનાવીને હજારો ભારતીયો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી દાની ડેટામાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો 0.75 ટકા રિટર્ન આપવાનો દાવો કરાતો હતો. ડીસેમ્બર 2021માં શરૂ થયેલી એપ્લિકેશન જૂન 2022માં બંધ થઈ ગઈ હતી. આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના દાવાઓ થયા હતા પણ ગુજરાત પોલીસે આ દાવાઓને ખોટા ઠેરવ્યા હતા. હવે આ કેસમાં EDની એન્ટ્રીથી કેસ ચર્ચાસ્પદ બની ગયો છે. EDને આ કેસમાં મોટી સફળતા મળી હોવાના દાવાઓ થઈ રહ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0