— અજાણ્યા ઈસમો મિલમાંથી 35,000/- નો સામાન લઇને ફરાર :
ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડા ગણા સમય થી ત્રશ્કરો નો શહેર ની અંદર તથા આજુ બાજુ ના વિસ્તારોમા આતંક મચાવ્યો છે ત્યારે હવે નાની મોટી કંપની તથા મિલ માં પણ ત્રરખરાટ મચાવી રહ્યા છે. ત્યારે કડી તાલુકા ના વિડજ ગામ પાસે આવેલ શ્રી ઓઇલ મીલમાં ચોરો રાત્રી દરમ્યાન હાથ ફેરો કરી નાસી છૂટયા હતા.
હાલ ચોમાચા ઋતું ની શરૂઆત થઈ છે ત્યારે વરસાદ પડવા ને કારણે લોકો ઓછા બહાર જોવા મળી રહ્યા છે ત્યારે આ મોકા નો ફાયદો ચોરો ઉઠાવી ને ચોરી કરવા માં સફળ બની રહેતાં હોય છે. અને ઓઇલ માં રાત્રે ચાલુ વરસાદ માં ચોરો ઘુસ્યા હતા. અને ઓઇલ મીલ હાલ સીઝન બંધ હાલતમાં છે જેને કારણે ત્રશ્કરો હાથ ફેરો કરી ગયા હતા.જેમાં કુલ 35,000 નો માલ સામાન લઈને ચોરો ફરાર થઇ ગયા હતા.
મિલ માલિક રમેશભાઈ પટેલ સવારે માલિક ઓઇલ મીલ માં આવતાં ઓઇલ મીલમાં સમારકામ ચાલુ હતું તે સમયે ઓઇલ ના મિલના મજૂર ને ખબર પડી હતી કે ઓઇલ મિલમાં ચોરી થઈ છે ત્યાર બાદ મિલ માલિક ને મજૂર જાણ કરવામાં આવી હતી.ત્યારે બાદ મિલ માલિક કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધાવ્યો છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી