પાલનપુરના માલણ દરવાજાની ડમ્પીંગ સાઈટની સમસ્યા નગર પાલિકાના બહેરા કાને પહોંચાડવા યોજાશે ધરણા

શેર કરવા અહીં ક્લિક કરો.

— નગરપાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર માલણ દરવાજા વિસ્તારમાં આજે ધરણા પર બેસશે :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઈટ પર કચરો મુખ્ય રોડ પર આવી જતાં આસપાસના ૧૦ થી વધુ ગામનો જાહેર માર્ગ બંધ થઈ ગયો હતો. જે અંગે વારંવાર રજુઆતો કરવા છતા નગરપાલિકાના બહેરા કાને આ વાત પહોંચતી ન હતી. જેને લઇ આજે વિપક્ષ નેતા અંકિતા ઠાકોર માલણ દરવાજા વિસ્તારમાં ધરણા પર બેસનાર છે.
પાલનપુર શહેરમાં માલણ દરવાજા વિસ્તારમાં આવેલ કચરાની ડમ્પીંગ સાઈટ ને દુર કરવા માટે આસપાસના રહીશો તેમજ મુખ્ય માર્ગ પર આવી ગયેલા કચરાને કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતાં આસપાસના ગામોના લોકોએ પણ વારંવાર નગરપાલિકામાં રજુઆત કરી છે. કચરાના ઢગલા મુખ્ય રોડ પર આવી જતા આસપાસના વિસ્તારના લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા લોકોનો માર્ગ બંધ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી.
આ બાબતે નગર પાલિકાના બહેરા કાને આ વાત પહોંચાડવા રહીશોએ અનેકવાર રજુઆતો કરી પરંતુ નગરપાલિકાના બહેરા કાન રહીશોની આ વાત સાંભળી ન શકતાં આખરે આજે નગરપાલિકાના વિપક્ષ નેતા અંકીતા ઠાકોર માલણ દરવાજા વિસ્તારમાં આવેલ અજવા પાર્ક સોસાયટી ખાતે આ બાબતે વિરોધ પ્રદર્શિત કરશે અને ધરણાં યોજશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.