બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૧૧ શાળાના ૪૪ શિક્ષકો ગુલ્લી મારતા ઝડપાયા

July 21, 2022

— જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચેકીંગ કરાતા શિક્ષકોમાં ફફડાટ :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ ૧૧ શાળાના ૪૪ શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ ફરજમાં લાપરવાહી દાખવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છેબનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય
તેમજ ફરજ પર અનિયમિત હાજર રહી અને ફરજમાં ગુલ્લી મારતા હોઈ તેની અસર બાળકો પર પડતી હોય છે. જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈએ દાંતા તેમજ વડગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં દાંતા તાલુકાની આઠ સ્કૂલના ૩૨ શિક્ષક અને વડગામ તાલુકાની ત્રણ સ્કૂલના ૧૨ શિક્ષક મળી કુલ ૪૪ શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા શિક્ષકોમાં હલચલ મચી જવા પામી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0