પાલનપુર તાલુકા પોલીસની ટીમ દોડી આવી રૂ.૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો..
પાલનપુર તાલુકાના માલણ ગામે કુંપર તરફ જવાના માર્ગ પર ચાર રસ્તા પાસે દારૂ ભરી જઈ રહેલ પીકઅપ ડાલુ અગમ્ય કારણોસર પલ્ટી ખાઈ જતાં ડ્રાઈવર ડાલું મૂકી ત્યાંથી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ પણ વાંચો – પાલનપુરના કોઝી વિસ્તારમાં દૂધ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી
પાલનપુર તાલુકાના માલણ ગામે કુંપર ગામ જવાના રસ્તા પર ચોકડી પાસે રાત્રિના અઢી વાગ્યાના સુમારે દારૂ ભરી આવી રહેલ એક પીકઅપ ડાલાના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડાલુ પલ્ટી ખાઈ ગયું હતું. આથી રસ્તા પર દારૂની પેટીઓ ખડકાઈ ગઇ હતી અને રસ્તા પર જ દારૂની પણ રેલમછેલ થઈ જવા પામી હતી. બનાવની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતાં તાલુકા પી.એસ.આઇ બી.આર.પટેલ તથા તેમની ટીમ તાત્કાલિક માલણ ગામે દોડી આવી હતી અને પીકઅપ ડાલામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ- 2395 કિંમત રૂ.11,97,500 નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલ પીકઅપ ડાલાના ચાલકને શોધી લેવા વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે રાત્રીના સુમારે આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તો મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય તેવી શક્યતા રહેલી છે.